Get The App

આર્મીના પરપ્રાંતીય તાલીમી જવાન સામે બળાત્કારની ફરિયાદ

Updated: Jan 3rd, 2024


Google NewsGoogle News
આર્મીના પરપ્રાંતીય તાલીમી જવાન સામે બળાત્કારની ફરિયાદ 1 - image

વડોદરાઃ આર્મીના પર પ્રાંતીય તાલીમી જવાન સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાતા પીઆઇએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે,આર્મીના તાલીમી જવાન મિરેન કિશન સાથે પીડિતા ત્રણેક વર્ષથી પરિચયમાં હતી અને નિકટના સબંધો હતા.પીડિતાના અન્ય એક પરિચિત પોલીસ વિભાગમાં અધિકારી પણ હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.

ગઇ તા.૭મી નવેમ્બરે આર્મી જવાન ડેટિંગ એપ પર ચેટિંગ કરતો હોવાની આશંકા રાખી પીડિતાએ તેને પૂછતાં બંને વચ્ચે તકરાર થઇ હતી.પીડિતાએ એવો આક્ષેપ કર્યો છે કે, આ બાબતે ઉશ્કેરાયેલા જવાને મને ગાળો ભાંડી માર માર્યો હતો.

આરોપીએ પીડિતાને મકાનમાં આખી રાત રોકી રાખી હતી અને તેની મરજી વિરૃધ્ધ દુષ્કર્મ આચર્યું હતું.પીડિતાની ફરિયાદને આધારે પોલીસે બળાત્કારનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News