માતા સહિત પાંચ સંતાનની સાથે મારઝૂડ કરનાર નશેબાજ પિતા સામે ફરિયાદ: પતિનું કાઉન્સેલિંગ કરાયું
Abhayam Women Helpline 181 : વડોદરામાં ચાર દિકરીઓ અને એક દિકરો મળીને પાંચ સંતાનની માતાએ ફોન નં.181 પર અભયમ ટીમની મદદનો ફોન કરીને પોતાની મુશ્કેલીઓમાં નશેબાજ પતિ પરિણીતા અને સંતાનોની મારપીટ કરીને ઘરમાં રહેવા દેતો નહિ હોવા અંગે મદદ માગી હતી.
મહિલાઓને પડતી મુશ્કેલીને લઈને 181 અભયમ મહિલા હેલ્પલાઇન અવાર નવાર મહિલાએઓને મદદ કરતી હોય છે. વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વિસ્તારમા રહેતી એક પીડીત મહિલાએ 181 અભયમ મહિલા ટીમની મદદ માટે કોલ કર્યો હતો. અભયમ મહિલા ટીમ કોલ કરનાર મહિલાના ઘરે પહોચી હતી. જ્યાં મહિલાનું કાઉન્સિલિંગ કરતા અભયમ ટીમને જાણવા મળ્યુ કે હતું કે પીડીત મહિલાને ચાર દિકરીઓ અને એક દિકરો મળી પાંચ સંતાન છે. પરિણીતાનો પતિ નશો કરી હેરાન કરે છે. તેમજ પીડિત મહિલાને અને દિકરીઓને ઘરમાં રહેવા દેતો નથી. પીડિત મહિલા અને તેના સંતાનોની મારપીટ કરે છે. નશો કરીને અને પાડોશીઓને અશ્લીલ શબ્દો બોલે છે. કોઈ પણ પ્રકારની ઘરની જવાબદારી પૂર્ણ કરતો નથી.
જયારે 181 અભયમની ટીમે મહિલાના પતિનું અસરકારક કાઉન્સિલિંગ કયુઁ તેમની સાથે વાતચીત કરી સધન કાઉન્સેલિંગ કર્યું હતું. પીડીતાના પતિએ અભયમની ટીમને જણાવ્યું હતું કે તે હવે પછી નશો કરી ઘરમાં ઝઘડાઓ નહી કરે અને ઘર-પરિવારની તમામ જવાબદારીઓ નિભાવવા ખાતરી આપી હતી. પત્નીને કોઈ પણ પ્રકારનો ત્રાસ નહિ આપવા પણ નશેબાજ પતિએ ખાતરી સહિત બાંહેધરી આપી હતી. આમ અભયમની ટીમે પતિ-પત્ની વચ્ચેના પારિવારિક ઝઘડાઓનું સુખદ સમાધાન કરાવ્યું હતું. જેથી 181 અભયમ ટીમની મળેલી અંગે સંસાર બચી જવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.