Get The App

મહિલાઓ સામે જોઇને બીભત્સ ચેનચાળા કરનાર સામે ફરિયાદ

ઘણા સમયથી આરોપીની કરતૂતોથી મહિલાઓ ત્રાસી ગઇ હતી

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
મહિલાઓ સામે જોઇને બીભત્સ ચેનચાળા કરનાર સામે ફરિયાદ 1 - image

વડોદરા,મહિલાઓ સામે જોઇને બીભત્સ ચેનચાળા કરતા શખ્સ સામે પોલીસે છેડતીનો ગુનો દાખલ કર્યો છે. આરોપી છેલ્લા ઘણા સમયથી વિસ્તારની મહિલાઓને પરેશાન કરતો હતો.

૪૫ વર્ષની મહિલાએ  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું શાકભાજીનો વેપાર કરૃં છું.ગત તા. ૧૦ મી જૂને બપોરે ૧૨ વાગ્યે હું નવાપુરા મહેબૂબપુરામાં મારી શાકભાજીની લારી પર હાજર હતી. તે દરમિયાન સાબીર ગુલામ દસ્તગીર શેખ મારી સામે જોઇને બીભત્સ ચેનચાળા કરતો હતો. મારી પાસે બીભત્સ માંગણી કરી બોલાચાલી કરવા લાગ્યો હતો. જેથી, મેં આજુબાજુના પાડોશીઓને બોલાવી રડવા લાગી હતી. આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને સ્થળ પર માણસોનું ટોળું ભેગું થઇ ગયું હતું. મેં મારા મોબાઇલથી ૧૦૦ નંબર પર કોલ કરતા પોલીસ આવી ગઇ હતી. અન્ય મહિલાઓએ પણ મને જાણ કરી હતી કે, સાબીર શેખ ઘણા સમયથી અમારી સામે પણ બીભત્સ ચેનચાળા કરે છે. પરંતુ, અમારો ઘર સંસાસ બગડે નહીં તે માટે અમે કશું બોલતા નથી. સાબીરને અગાઉ સમજાવવા છતાંય તે સુધરતો નથી. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News