Get The App

નવી પાટલીઓ ખરીદવામાં વિલંબના કારણે પરીક્ષા લેવામાં મુશ્કેલી પડશે

Updated: Oct 9th, 2024


Google NewsGoogle News
નવી પાટલીઓ ખરીદવામાં વિલંબના કારણે પરીક્ષા લેવામાં મુશ્કેલી પડશે 1 - image

વડોદરાઃ તાજેતરમાં વિશ્વામિત્રીમાં આવેલા પૂરના પાણી વડોદરામાં ફરી વળ્યા હતા.જેમાં એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના એમકોમ બિલ્ડિંગમાં પૂરના પાણી પ્રવેશતા ૩૦૦ જેટલી પાટલીઓ પાણીમાં ડૂબી હતી.

લગભગ બે થી ત્રણ દિવસ સુધી પાટલીઓ પાણીમાં રહી હોવાથી હવે તે ઉપયોગમાં લેવાય તેવી સ્થિતિ નથી.તેની જગ્યાએ નવી પાટલીઓ લેવા માટે સત્તાધીશોએ હજી સુધી કોઈ કાર્યવાહી  કરી નથી અને તેની અસર તા.૧૪ ઓકટોબરથી શરુ થનારી એફવાયની ઈન્ટરનલ પરીક્ષા પર પડી શકે છે.

દરેક પાટલી પર બે અથવા ત્રણ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે બેસાડવામાં આવતા હોય છે.૬૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોવાથી કોમર્સ ફેકલ્ટી દ્વારા દરેક બિલ્ડિંગનો ઉપયોગ કરવામાં આવે છે.એમકોમ બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓને બેસાડવા માટે ૩૦૦ પાટલીઓ ઓછી હોવાથી અહીંયા પરીક્ષાની બેઠક વ્યવસ્થા કેવી રીતે ગોઠવવી તેની મૂઝવણ ઉભી થઈ છે.

સૂત્રોનું કહેવું છે કે, સત્તાધીશોએ ધાર્યું હોત તો એક મહિનામાં નવી પાટલીઓની ખરીદી આસાનીથી થઈ શકી હોત પણ કોમર્સમાં કોઈ કામ સમયસર થતું નથી.સત્તાધીશો દરેક મહત્વના કામને ટાળવાનું વલણ અપનાવતા હોય છે.પાટલીઓના અભાવે હવે પરીક્ષાની બેઠક વ્યવસ્થામાં ફેરફાર કરવો પડશે અને વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવી પડશે તેવુ મનાઈ રહ્યું છે.



Google NewsGoogle News