કોમર્સમાં બીજી યાદીમાં, સ્થાનિકો માટે ૬૧.૬૦ અને બહારગામના વિદ્યાર્થીઓ માટે ૬૧.૮૭ ટકાએ પ્રવેશ અટકયો

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
કોમર્સમાં બીજી યાદીમાં, સ્થાનિકો માટે ૬૧.૬૦ અને બહારગામના વિદ્યાર્થીઓ માટે ૬૧.૮૭ ટકાએ પ્રવેશ અટકયો 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીએ આજે બીજા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહીના ભાગરુપે ૨૭૩૮ વિદ્યાર્થીઓની  પ્રવેશ યાદી બહાર પાડી છે.જેમાં વડોદરાના વિદ્યાર્થીઓ માટેની વધારાની ૧૪૦૦ બેઠકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

જોકે એ પછી પણ જનરલ કેટેગરીમાં ૬૧.૬૦ ટકાએ  પ્રવેશ અટકયો છે.આમ હજી પણ વડોદરાના સંખ્યાબંધ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત હોય તેવી શક્યતાઓ છે.બીજી તરફ વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવે ૧૪૦૦ બેઠકો સિવાય બીજી બેઠકો વધારવાની કોઈ ખાતરી અત્યાર સુધી આપી નથી.

આમ બાકી રહેલા વિદ્યાર્થીઓનુ શું થશે તે અત્યારના તબક્કે કોઈ કહી શકે તેમ નથી. સાંસદ અને ધારાસભ્યોએ વડોદરાના તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે તેવી આપેલી ખાતરી પર ભરોસો રાખીને વડોદરાના વિદ્યાર્થીઓએ બેસી રહેવાનુ છે અથવા તો પછી વિદ્યાર્થીઓએ બીજો કોઈ વિકલ્પ પસંદ કરી લેવો પડશે.

મળતી વિગતો પ્રમાણે આજે જે પ્રવેશ યાદી જાહેર કરાઈ છે તેમાં ૯૦૦ જેટલા વિદ્યાર્થીઓ બહારગામના છે.જ્યારે પત્રકાર પરિષદમાં વાઈસ ચાન્સેલરે કહ્યુ હતુ કે, પહેલા રાઉન્ડમાં જેટલી પણ ખાલી બેઠકો હશે તે પણ વડોદરાના વિદ્યાર્થીઓથી ભરાશે પણ આ વાત લોલીપોપ પૂરવાર થઈ  છે.હવે વિદ્યાર્થીઓએ સત્તાધીશો ત્રીજી પ્રવેશ યાદી બહાર પાડે ત્યાં સુધી રાહ જોવાનો વારો આવશે.

સૂત્રોએ કહ્યુ હતુ કે, પ્રવેશ યાદીમાં વડોદરા અને વડોદરા બહારના વિદ્યાર્થીઓ એવો ઉલ્લેખ નથી કરાયો પણ વડોદરાના વિદ્યાર્થીઓ માટે જનરલ કેટેગરીમાં પ્રવેશ ૬૧.૬૦ ટકાએ અટકયો છે.બહારગામના વિદ્યાર્થીઓ માટે ૮૧ થી ૮૨ ટકાની વચ્ચે પ્રવેશ અટકયો છે

વડોદરા માટે કઈ કેટેગરીમાં કેટલા ટકાએ પ્રવેશ અટકયો

જનરલ ૬૧.૬૦

ઓબીસી ૩૪.૭૧

એસસી ૪૧.૭૧

એસટી ૩૮.૫૭

ઈડબલ્યુએસ ૪૧.૮૦

ફિઝકલ હેન્ડિકેપ ૨૬.૯૩


Google NewsGoogle News