Get The App

તપન મર્ડર કેસ પછી DCP પન્ના મોમાયાનું 12 ટીમો સાથે કોમ્બિંગઃ8 શસ્ત્ર પકડાયાઃટોર્ચ સાથે ધાબા પોઇન્ટ મૂક્યા

Updated: Nov 20th, 2024


Google NewsGoogle News
તપન મર્ડર કેસ પછી DCP પન્ના મોમાયાનું 12 ટીમો સાથે કોમ્બિંગઃ8 શસ્ત્ર પકડાયાઃટોર્ચ સાથે ધાબા પોઇન્ટ મૂક્યા 1 - image

તપન મર્ડર કેસ પછી DCP પન્ના મોમાયાનું 12 ટીમો સાથે કોમ્બિંગઃ8 શસ્ત્ર પકડાયાઃટોર્ચ સાથે ધાબા પોઇન્ટ મૂક્યા 2 - imageવડોદરાઃ નાગરવાડા વિસ્તારમાં રહેતા ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાનો બનાવ બન્યા  બાદડીસીપી પન્ના મોમાયાની આગેવાની હેઠળ જુદીજુદી ૧૨ ટીમોએ કોમ્બિંગ કરી સપાટો બોલાવતાં અસામાજિક તત્વોમાં નાસભાગ મચી છે.

તપન પરમારની હત્યાના બનાવ  બાદ પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે ગેરકાયદે દબાણો અને ગુનેગારો સામે કડક વલણ અપનાવવા માટે આદેશ આપતાં ડીસીપી પન્ના મોમાયા સહિતના અધિકારીઓની એક ડઝન ટીમોએ ગઇકાલે નાગરવાડા,મચ્છીપીઠ સહિતના વિસ્તારોમાં કોમ્બિંગ કર્યું હતું.

કારેલીબાગના પોલીસ ઇન્સ્પેક્ટર ડીવી બલદાનિયાએ કહ્યું છે કે,પોલીસ દ્વારા કરાયેલા કોમ્બિંગમાં ક્રાઇમ બ્રાન્ચ,એસઓજી સહિતની ટીમો જોડાઇ હતી.પોલીસે ધારદાર ચાકુ અને તિક્ષ્ણ હથિયારો સાથે આઠજણાને ઝડપી પાડી તમામ સામે જાહેરનામાના  ભંગ બદલ ગુનો નોંધ્યો છે.

આ ઉપરાંત પોલીસે ૧૨ હિસ્ટ્રીશીટર,૯ બુટલેગર,૨ જુગારિયા,૨ વોન્ટેડ આરોપી અને એક તડીપારને પણ પકડયા હતા.જ્યારે ધાબાઓ પર પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત જોગીદાસ વિઠ્ઠલની પોળમાં કાંકરીચાળાના બનાવો અટકાવવા ટોર્ચ સાથે ધાબાઓ પર પોઇન્ટ મૂકવામાં આવ્યા છે.

સંવેદનશીલ રાવળિયાવાસ પાસે ૩૦૦ ઘરોનું મેપિંગ કર્યું, ડીસીપી પન્ના મોમાયાએ

લોકોને કહ્યું, મકાનો ખાલી કરવા ધમકાવતા હોય તો કહો,લાઇટો મુકાવી આપી

નાગરવાડા વિસ્તારના પૂર્વ કોર્પોરેટરના પુત્રની થયેલી હત્યાના બનાવ બાદ ડીસીપી પન્ના મોમાયા પોલીસ કાફલા સાથે ઉપરોક્ત વિસ્તારમાં ફરી વળ્યા હતા .

નાગરવાડા અને આસપાસના વિસ્તારોમાં હિન્દુઓના મકાનો ખાલી થઇ રહ્યા હોવાની લોકોએ રજૂઆતો કર્યા બાદ આજે ડીસીપી પન્ના મોમાયા પોલીસ કાફલા સાથે મરનાર તપન પરમાર અને ઇજાગ્રસ્તોના ઘેર પહોંચ્યા હતા.તેમણે અત્યંત સંવેદનશિલ રાવળિયાવાસ સહિતના સ્થળોએ પણ લોકોને સાંભળ્યા હતા અને મકાનો ખાલી કરાવવા કોઇ દબાણ કરતું હોય તો નામ માંગ્યા હતા.તેમણે કોર્પોરેશન મારફતે તાત્કાલિક લાઇટો પણ મુકાવી હતી.

આ ઉપરાંત પોલીસે રાવળિયાવાસ પાસેના ૩૦૦ મકાનોનું મેપિંગ કરાવી કોણ કેટલા સમયથી રહે છે તેની માહિતી મેળવી હતી.


Google NewsGoogle News