હાલોલ કેનાલમાં ડુબેલા કોલેજના વિદ્યાર્થીની 8 કિમી વિસ્તારમાં શોધખોળ
વડોદરાઃ હાલોલ તાલુકાના રામેશરા ખાતે નર્મદા કેનાલમાં ડૂબેલા કોલેજીયનને શોધવા માટે વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.પરંતુ સાંજ સુધી કોઇ પત્તો લાગ્યો નહતો.
પારૃલ યુનિ.ના પાંચ વિદ્યાર્થીઓ ગઇકાલે ગેટ પાસ લઇને ત્રણ બાઇક પર પાવાગઢ ગયા હતા.ત્યાંથી પરત ફરતી વખતે વરસાદ પડતો હોવાથી તેઓ રામેશરા નજીક સમધરપુરા પુલ પાસે રોકાયા હતા.આ વખતે આંધ્રપ્રદેશનો વિદ્યાર્થી વરૃણ મુતુલરી કેનાલમાં હાથપગ ધોવા જતાં ડૂબી ગયો હતો.
કોઇએ દોરડું નાંખતા વરૃણે પકડી લીધું હતું અને તે બચી ગયો હતો.પરંતુ તેને બચાવવા કૂદેલો ચરનતેજા લાપત્તા થઇ ગયો હતો.જેથી તેને શોધવા માટે વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવાતાં પાણીગેટ ફાયર બ્રિગેડની ટીમે આજે આઠ કિમી વિસ્તાર ખૂંદી કાઢ્યો હતો.પરંતુ લાપત્તા યુવકનો પત્તો લાગ્યો નહતો.હાલોલના પીઆઇ આર એ જાડેજા બનાવની તપાસ કરી રહ્યા છે.