Get The App

અંકલેશ્વર જીઆઈડીસીની ડ્રગ કંપનીમાંથી પાંચ હજાર કરોડનું કોકેઈન ઝડપાયંુ

અત્યાર સુધીમાં કુલ ૧,૨૮૯ કિલોગ્રામ કોકેઈન અને ૪૦ કિલોગ્રામ હાઈડ્રોપોનિક થાઈલેન્ડ ગાંજો જપ્ત

Updated: Oct 13th, 2024


Google NewsGoogle News
અંકલેશ્વર જીઆઈડીસીની  ડ્રગ કંપનીમાંથી પાંચ હજાર કરોડનું કોકેઈન ઝડપાયંુ 1 - image

અંકલેશ્વર ભરૃચ જિલ્લાના પાનોલી બાદ હવે અંકલેશ્વર જીઆઈડીસી વસાહતની એક ડ્રગ કંપનીમાંથી વિપુલ માત્રામાં કોકેઈન ઝડપાયુ હતુ.દિલ્હી અને ગુજરાત પોલીસે હાથ ધરેલા એક સંયુક્ત ઓપરેશનમાં અંદાજે ૫,૦૦૦ કરોડનું કોકેઈન જપ્ત કરવામાં આવ્યું છે.

દિલ્હી અને ગુજરાત પોલીસના  સંયુક્ત ઓપેરશનમાં દિલ્હી અને અંકલેશ્વર તથા રાજ્યમાં વ્યાપક દરોડામાં  સંયુક્ત રીતે ૧૨૮૯ કિલો કોકેઈન અને રૃ. ૧૩,૦૦૦ કરોડની કિંમતનો ૪૦ કિલો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો હતો.આ દવાઓ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી આવકાર ડ્રગ્સ લિમિટેડ અને ફાર્મા સોલ્યુશન સવસીસ સાથે જોડાયેલી હતી. દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસે રવિવારે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને રૃ. ૫,૦૦૦ કરોડની કિંમતનો ૫૧૮ કિલોગ્રામ કોકેઈનનો જથ્થો  જપ્ત કર્યો હતો.ઉલ્લેખનીય છે કે, અગાઉ, ૧ ઓક્ટોબરે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે મહિપાલપુરમાં તુષાર ગોયલ નામના વ્યક્તિના વેરહાઉસ પર દરોડો પાડયો હતો અને ૫૬૨-કિલોગ્રામ કોકેઈન અને ૪૦-કિલોગ્રામ હાઈડ્રોપોનિક ગાંજાના કન્સાઈનમેન્ટને જપ્ત કર્યો હતો.

તપાસ દરમિયાન, ૧૦ ઓક્ટોબરે દિલ્હીના રમેશ નગરમાં એક દુકાનમાંથી લગભગ ૨૦૮ કિલોગ્રામ વધારાનું કોકેઇન મળી આવ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ઝડપાયેલ દવા ફાર્મા સોલ્યુશન સવસીસ નામની કંપનીની છે અને તે ગુજરાતના અંકલેશ્વરની અવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીની છે.

આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ૧,૨૮૯ કિલોગ્રામ કોકેઈન અને ૪૦ કિલોગ્રામ હાઈડ્રોપોનિક ગાંજો મળી આવ્યો છે, જેની કિંમત ૧૩,૦૦૦ કરોડ રૃપિયા છે.ઉલ્લેખનીય છે કે આ અગાઉ અંકલેશ્વર નજીક પાનોલી જીઆઈડીસીની એક કંપનીમાં એમ.ડી. ડ્રગ્સના થતા ઉત્પાદનને મુંબઇના  નાર્કોટિકસ વિભાગે ઝડપી પાડયું હતું.


Google NewsGoogle News