Get The App

વડોદરા સેન્ટ્રલ જેલમાં કોબ્રા નીકળ્યો : ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરાયો

Updated: Aug 1st, 2024

GS TEAM


Google News
Google News
વડોદરા સેન્ટ્રલ જેલમાં કોબ્રા નીકળ્યો : ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરાયો 1 - image


Vadodara News : વડોદરાની સેન્ટ્રલ જેલમાં ગઈ રાત્રે કોબ્રાએ દેખા દેતા ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો તેઓએ સ્વૈચ્છિક સંસ્થાના સંપર્ક કર્યો હતો અને સંસ્થાના કાર્યકરે જેલમાં જઈ કોબ્રાને કુનેહ પૂર્વક બોટલમાં પકડી લીધો હતો.

વડોદરાની વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુટ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવાર પર બુધવારે મોડી રાત્રે પોણા બાર કલાકની આસપાસ સેન્ટ્રલ જેલમાંથી ફોન આવ્યો હતો કે, સાપ જેલની અંદર આવી ગયો છે જેથી સંસ્થાના પ્રેસિડેન્ટએ પોતાના વોલીએન્ટરને સેન્ટ્રલ જેલ ખાતે મોકલ્યા હતા. જ્યાં વોલિએન્ટરે જઈ તપાસ કરતા ઝેરી સાપ કોબ્રા હોવાનું જણાય આવ્યું હતું. જેને ભારે જહેમત બાદ સહી સલામત રીતે 12:05 કલાકેની આસપાસ રેસ્ક્યુ કરી સહી સલામત રીતે વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, અગાઉ પણ ઘણી વખત વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી મગર અને સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વડોદરાની સેન્ટ્રલ જેલ વિશ્વામિત્રીની પાસે હોવાથી ઘણી વખત મગર અને સરીસૃપો આવી જવાની ઘટનાથી જેલનો સ્ટાફ અને કેદીઓ પણ ભયભીત થતા હોય છે.

Tags :