વડોદરાના ગોત્રી વિસ્તારમાં બોટલમાંથી CNG ગેસ લિકેજ થતા અફરા તફરી

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
વડોદરાના ગોત્રી વિસ્તારમાં બોટલમાંથી CNG ગેસ લિકેજ થતા અફરા તફરી 1 - image

image : Freepik

Gas Leakage in Vadodara : વડોદરાના ગોત્રી વિસ્તારમાં CNG ગેસ બોટલમાંથી લીકેજ થતા અફરાત અફરીનો માહોલ સર્જાયો હતો. જેના કારણે રોડ ઉપરથી વાહન ચાલકોની અવરજવર પણ બંધ કરી દેવાઈ હતી. સત્વરે બોટલનો વાલ્વ બંધ કરી દેતા લીકેજ બંધ થઈ ગયું હતું. જેથી લોકોએ હાસકારો અનુભવ્યો હતો.

 ગોત્રી વિસ્તારમાંથી એક સીએનજીના બોટલ ભરેલા આઇસર પસાર થતો હતો. તે દરમિયાન ગેસના બોટલમાંથી ગેસ લીકેજ થવા લાગતા રોડ પર અફરા તફરી મચી જવા પામી હતી. જેના કારણે રોડ પરથી અવરજવર કરતા વાહન ચાલકો સહિત રાહદારીઓમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. એક તબક્કે લોકોની અવરજવર બંધ પણ કરવામાં આવી હતી. જોકે સત્વરે ગેસના બોટલનો વાલ્વ બંધ કરી દેતા ગેસ લીકેજ પણ બંધ થઈ ગયું હતું. જેથી તંત્ર સહિત લોકોને પણ હાસકારો થયો હતો.


Google NewsGoogle News