Get The App

ગોત્રીમાં CNGના સિલિન્ડરો ભરેલા ટેમ્પામાં ગેસ લીકેજ થતાં ગભરાટ ફેલાયો

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
ગોત્રીમાં CNGના સિલિન્ડરો ભરેલા ટેમ્પામાં ગેસ લીકેજ થતાં ગભરાટ ફેલાયો 1 - image

વડોદરાઃ ગોત્રીમાં સીએનજીના સિલિન્ડરો  ભરેલા વાહનમાંથી ગેસ લીકેજ થતાં લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.

ગોત્રી રોડ પર વાસણા ચોકી ચાર રસ્તા પાસે આજે સવારે ગેસ સ્ટેશનો પર સીએનજીના સિલિન્ડરોનો સપ્લાય કરતા ટેમ્પો પસાર થઇ રહ્યો હતો ત્યારે એકાએક ગેસ લીકેજ થતાં ડ્રાઇવરે વાહન રોક્ી લીકેજ રોકવાનો પ્રયાસ કર્યો હતો.

બીજીતરફ ગેસના ધુમાડા છવાતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો.આ વખતે વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ આવી જતાં અડધો કલાકની જહેમત બાદ લીકેજ કાબૂમાં લીધું હતું.જેથી મોટી દુર્ઘટના થતાં રહી ગઇ હતી.


Google NewsGoogle News