ડભોઇ રોડ પર સીએનજીના સિલિન્ડર ભરેલા ટેમ્પામાંથી ગેસ લીકેજ થતાં નાસભાગ
symbolic |
ડભોઇરોડ પર રતનપુર નજીક સીએનજી ના સિલિન્ડરો ભરેલા ટેમ્પામાંથી એક સિલિન્ડરનો વાલ્વ લીકેજ થતાં ડ્રાઇવર એક બાજુએ ટેમ્પો પાર્ક કરી ઉતરી ગયો હતો અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. પરંતુ ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં લીકેજ કાબૂમાં લઇ લેવાયો હતો.
નોંધનીય છે કે,બે દિવસ પહેલાં પણ ગાજરાવાડીના સીએનજી પંપ ઉપર ટેમ્પામાંથી સિલિન્ડર લીકેજ થતાં ઓફિસના કાચ તૂટયા હતા.જેથી આવા બનાવો ક્યારેક ગંભીર પરિણામ લાવશે.