ખટંબા ગામે લોન્ડ્રીમાંથી ૫૦૦ કપડાંની રહસ્યમય ચોરી

હોસ્ટેલના વિદ્યાર્થીઓ અને કંપનીના કર્મચારીઓના કપડાં ધોવા તેમજ ઇસ્ત્રી માટે લાવ્યા હતાં

Updated: Sep 17th, 2023


Google NewsGoogle News
ખટંબા ગામે લોન્ડ્રીમાંથી ૫૦૦ કપડાંની રહસ્યમય ચોરી 1 - image

વડોદરા, તા.17 ખટંબા ગામે કાન્હા ગેલેક્ષી ખાતેના મકાનમાં ચાલતી લોન્ડ્રીમાંથી હોસ્ટેલના વિદ્યાર્થીઓ અને કંપનીના કર્મચારીઓના ૫૦૦ કપડાંની ચોરી થતાં પોલીસે તપાસ શરૃ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે કાન્હા ગેલેક્ષી ખાતેના મકાનમાં રહેતો હાર્દિક દશરથભાઇ ધોબી ડોલી લોન્ડ્રી નામે હોસ્ટેલના વિદ્યાર્થીઓ અને એલ એન્ડ ટી કંપનીના કર્મચારીઓના કપડાં ધોવા અને ઇસ્ત્રી કરીને પરત આપવાનું કામ કરે છે. તા.૪ના રોજ તેઓ અક્ષર ગુરુકુલ તથા વિવેદાનંદ યુથ હોસ્ટેલ અને એલ એન્ડ ટી કંપનીના કર્મચારીઓના ૫૦૦ નંગ કપડાં ગાસડીમાં બાંધીને લાવ્યો હતો અને સોસાયટીના જ બીજા ઘેર મૂક્યા હતાં. તા.૫ના રોજ કપડાં ધોયા બાદ રાત્રે તે ઘર બંધ કરી તેઓ પોતાના ઘેર જતા રહ્યા હતાં.

તા.૬ના રોજ વહેલી સવારે છ વાગે કપડાંને ઇસ્ત્રી કરવા માટે ગયા ત્યારે કપડાંની ગાંસડીઓ જણાઇ ન હતી અને બાથરૃમનો દરવાજો ખુલ્લો તેમજ બારીના કાચ તૂટેલા હતાં. જેથી કોઇ ચોર બાથરૃમમાંથી આવીને રૃા.૧ લાખ કિંમતના ૫૦૦ કપડાં ચોરી કરી ગયો હોવાનું જણાયું  હતું. આ અંગે હાર્દિક ધોબીએ વરણામા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.




Google NewsGoogle News