તરસાલી-સુસેન રોડ અને ચાર રસ્તાથી તરસાલી ગામ તરફના દબાણનો સફાયો
Image: Wikipedia
વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલા તરસાલી સુસેન રીંગરોડ થી વડસર બ્રિજ તરફ અને સૂસેન ચાર રસ્તાથી તરસાલી ગામ તરફ ચાલીસ મીટરના રોડ પરના ગેરકાયદે લારી ગલ્લા શેડ પોટલા તથા દુકાન ની આગળ બનાવેલા શેડ પર પાલિકા તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. એક ટ્રક જેટલો માલ સામાન કબજે કરીને સ્ટોર ખાતામાં જમા કરાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે તરસાલી સુસૈન રોડથી વડસર બ્રિજ તરફના હંગામી દબાણો ૧૫ જેટલા શેડ અને લારી ગલ્લાના હંગામી દબાણો ખસેડીને એક ટ્રક જેટલો માલ સામાન કબ્જે કરવામાં આવ્યો હતો. જ્યારે સુસેન ચાર રસ્તાથી તરસાલી ગામ તરફ જવાના ૪૦ મીટરના રોડ પર ગેરકાયદે બનાવેલા ઓટલા દુકાન આગળના ૩૦ જેટલા ગેરકાયદે શેડ પર પાલિકાના બે બુલડોઝર ફરી વળ્યા હતા ત્યારે પાલિકા ફાયર બ્રિગેડ સ્ટાફ, રીટ લાઈટ વિભાગ નો સ્ટાફ મેડિકલ ટીમ અને ગેસ વિભાગની ટીમ પણ સાવચેતી રૂપે તૈનાત રાખવામાં આવી હતી. ઉપરાંત મકરપુરા પોલીસ સ્ટેશનનો કાફલાએ પણ કાયદો વ્યવસ્થા જાળવવા ભારે જહેમત ઉઠાવી હતી.