વડોદરાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશ અસરકારક બનાવાશે

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
વડોદરાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશ અસરકારક બનાવાશે 1 - image


- એન્ટ્રીના તમામ માર્ગો ઉપર સફાઈ કરાશે

- ડોર ટુ ડોર કચરો લેવાની વ્યવસ્થા સઘન કરાશે

- ઘરથી માર્કેટ સુધીના કચરાને તે જ દિવસે ડમ્પીંગ સાઈટ પર પહોંચાડી દેવાશે

વડોદરા,તા.12 ઓક્ટોબર 2023,બુધવાર

વડોદરા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્થે ભારત સરકાર દ્વારા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણી માટે આહવાન કરવામાં આવ્યું હતું, ત્યારે હવે વડોદરાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં સ્વચ્છતા ઝૂંબેશને અસરકારક બનાવવા આગામી સમયમાં દૈનિક ધોરણે વિવિધ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે. આ

ઝુંબેશ અંતર્ગત તમામ શહેરી વિસ્તાર તથા ગ્રામ્ય વિસ્તારમાં મહાનગરપાલિકાની સીમાથી 5 કિ.મીની ત્રિજયામાં તથા નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારની 2 કી.મી સુધીમાં તમામ પ્રવેશ માર્ગોની એક વાર ઝુંબેશ તરીકે અને ત્યાર બાદ દર અઠવાડિયે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવશે. ડોર ટુ ડોર કચરા લેવાની વ્યવસ્થાને અસરકારક બનાવવા તેમજ કચરા એકત્રીકરણની કામગીરી સઘન બનાવવામાં આવશે. આ ઉપરાંત કચરાને છૂટા પાડવાની અને આખરી નિકાલ કરવાની વ્યવસ્થા વ્યવસ્થિત કરવામાં આવશે. વડોદરાના ગ્રામ્ય તથા શહેરના બસ સ્ટેન્ડ, રીક્ષા સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન વિસ્તાર,મંદિર બાગ બગીચા, ટુરિસ્ટ પ્લેસ,રોડ જંક્શન જેવા તમામ વિસ્તારોમાં જાહેર જગ્યાઓ પર સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાશે. ઘર થી લઇ માર્કેટ સુધી નીકળતા કચરાનું તે જ દિવસે ડમ્પ સાઇટ ઉપર નિકાલ કરાશે. ગ્રામ્ય વિસ્તારમાં ઉકરડાના આખરી નિકાલ માટે ગોબરધનની વ્યવસ્થા ઉભી કરવા પણ સુચનાઓ આપવામાં આવી છે.


Google NewsGoogle News