આજવા સરોવરના 62 દરવાજાની સફાઈ: રૂ. 200 કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી ચાલુ: મ્યુનિ. કમિશનર દિલીપ રાણા

Updated: Jun 7th, 2024


Google NewsGoogle News
આજવા સરોવરના 62 દરવાજાની સફાઈ: રૂ. 200 કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી ચાલુ: મ્યુનિ. કમિશનર દિલીપ રાણા 1 - image


Image: Wikipedia

વડોદરા શહેરના પૂર્વ છેવાડે આવેલા સયાજી સરોવરમાં વરસાદી પાણીનો યોગ્ય સંગ્રહ થાય અને શહેરીજનોને પીવાનો ચોખ્ખું પાણી મળી રહેવાય ઇરાદે પાલિકા મ્યુ. કમિ. સહિત મેયર તથા અન્ય પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આજવા સરોવર ખાતે સત્યનારાયણ ભગવાનની મહાપૂજા કરવામાં આવી હતી 

ઉલ્લેખનીય છે કે, સર સયાજીરાવ ગાયકવાડે વડોદરા સ્ટેટના નિર્માણ વખતે લોકોને સમયસર અને ચોખ્ખું પાણી મળે એવા ઇરાદે સયાજી સરોવર બનાવડાવ્યું હતું. શહેર અને આજવા સરોવર આસપાસ યોગ્ય પ્રમાણમાં વરસાદ પડી રહે અને સરોવરની સપાટી લોકોને પૂરતા પ્રમાણમાં પીવાનું ચોખ્ખું પાણી મળી રહે એવા ઇરાદે પાલિકા તંત્ર દ્વારા પ્રતિવર્ષ સત્યનારાયણની મહાપૂજા ચોમાસા પૂર્વે કરવામાં આવે છે. 

હાલ આજવા સરોવરમાં પાણીની સપાટી  ૨૦૮ ફૂટ છે અને ૨૧૪ ફુટ સુધી સરોવરમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. ઉપરની આ સપાટી જળવાતા લોકોને વર્ષ દરમિયાન નિમિત રીતે પીવાનું પાણી મળી રહે છે. હાલમાં પ્રિ મોન્સુન કામગીરી અંગે આજવા સરોવરના તમામ ૬૨ ગેટનું ક્લીનીંગ થઈ રહ્યું છે અને તમામ ગેટની સર્વિસ પણ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત રૂ.૨૦૦ કરોડથી વધુના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી ચાલી રહી હોવાનું મ્યુ. કમિશનરે જણાવ્યું હતું. જેના કારણે શહેરીજનોને પીવાનું ચોખ્ખું પાણી વધુ પ્રમાણમાં મળી રહેશે.


Google NewsGoogle News