Get The App

વડોદરામાં ઢોરવાડા હટાવવાની ઝુંબેશ જારી : કોર્પોરેશન દ્વારા વધુ 40 ઢોરવાડા હટાવવા જતા ઘર્ષણ

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
વડોદરામાં ઢોરવાડા હટાવવાની ઝુંબેશ જારી : કોર્પોરેશન દ્વારા વધુ 40 ઢોરવાડા હટાવવા જતા ઘર્ષણ 1 - image


Vadodara Cattle Sheds Demolition : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં રક્ષાબંધનના તહેવાર અગાઉ 50 જેટલા ગેરકાયદે ઢોરવાડાનો સફાયો કરાયા બાદ પાલિકાની ટીમ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આજે વોર્ડ નં.9-10મા છેલ્લા કેટલાય વખતથી બનેલા ગેરકાયદે ઢોરવાડાનો સફાયો કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે વડોદરાની ચારે દિશાએ આંતરિક વિસ્તાર સહિત છેવાડા વિસ્તારમાં રોડ રસ્તા પર હંગામી દબાણનો ઠેર-ઠેર રાફડો ફાટ્યો છે. જેમાં કેટલાક તો કાયમી દબાણો તરીકે કેટલાકે ગેરકાયદે કેબીનો-શેડ પણ ગોઠવી દીધા છે.

શહેરના તમામ વિસ્તારોમાં કોઈપણ વિસ્તાર બાકી નથી ત્યારે શહેરી વિસ્તારમાં તો શહેર મધ્યે મંગળ બજાર-લહેરીપુરા વિસ્તારના ગેરકાયદે હંગામી જેવા દબાણો તો માથાના દુખાવા સમાન બન્યા છે. બે દિવસ અગાઉ પૂર્વ વિસ્તારના 40 જેટલા ગેરકાયદે ઢોરવાડાનો સફાયો કર્યો હતો. ત્યારબાદ આ વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ રોડ રસ્તાની બંને બાજુએ હંગામી ગેરકાયદે દબાણો પણ બિલાડીના ટોપની જેમ ફુટી નીકળ્યા હોવાની ફરિયાદો પણ પાલિકા તંત્રને મળી હતી. આવા રોડ-રસ્તાના બંને બાજુના દબાણોથી વારંવાર અકસ્માતો થવા સહિત રાહદારીઓને પણ ખૂબ અર્ચન થતી હોવાની ફરિયાદો પણ તંત્રને મળી હતી. જેથી દબાણ શાખાની ટીમે પૂર્વ વિસ્તારમાં રોડ રસ્તાની બંને બાજુના અનેક દબાણો હટાવીને અંદાજિત દોઢ ટ્રક જેટલો માલ સામાન કબજે કરીને પાલિકા સ્ટોર ખાતે જમા કરાવ્યો હતો.

આ ઉપરાંત શહેરના પશ્ચિમ વિસ્તારમાં અનેક ઢોરવાડા વોર્ડ નં.9-10 માં કેટલાય સમય અગાઉ થઈ ગયા હોવાની ફરિયાદો પણ પાલિકા તંત્રને મળી હતી. આ ગેરકાયદે ઢોરવાડાના કારણે રખડતા ઢોરથી સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ ગયા હતા અને ઢોરવાડાના કારણે ગંદકી અને બદબૂથી સ્થાનિક રહીશો હેરાન પરેશાન થવા સહિત મચ્છરોથી ત્રાહિમામ થઈ ગયા હોવાની ફરિયાદો મળી હતી. પરિણામે પાલિકા તંત્ર દ્વારા આ ગેરકાયદે ઢોરવાડાનો સફાયો કરવાનું નક્કી કર્યું હતું. જેથી વોર્ડ 9-10ના ઢોરવાડા હટાવવાના ઇરાદે પાલિકા તંત્રની ઢોર પાર્ટીની ટીમ આજે આ વિસ્તારમાં પહોંચી ગઈ હતી. જ્યાં ગોત્રી પોલીસ સ્ટેશનનો પોલીસનો બંદોબસ્ત મલ્યેથી તાત્કાલિક ધોરણે વિસ્તારની જુદી જુદી સોસાયટીઓમાં ગેરકાયદે બનાવાયેલા તમામ 10 જેટલા ઢોરવાડાનો સફાયો કરાયો હતો. આ કામગીરી વખતે ગૌ પાલકોને પાલિકા ઢોર પાર્ટીની ટીમ સાથે તું તું મેં મેં થવા સહિત રકઝક પણ થઈ હતી. પરંતુ પોલીસે દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો.

પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ 9-10માં ગેરકાયદે ઢોરવાડા તોડવાની ચાલતી કામગીરી દરમિયાન પાલિકાની ઢોર પાર્ટીએ ઢોર વાળામાં બાંધેલા કેટલાક ઢોર પણ કબજે કર્યા હતા. આ તમામ ઢોરને પાંજરાપોળમાં મુકાયા છે. વોર્ડ નંબર 9 માંથી આઠ ઢોરવાડા તોડવામાં આવેલ છે તથા વોર્ડ નંબર 10 મા એક ઢોર વાડાને નોટીસ આપી 1000 રૂપિયા દંડ વસૂલાત કર્યો હતો.


Google NewsGoogle News