એમ.જી.રોડ પર મોપેડ પાર્કિંગના મુદ્દે મારામારી

ઇજાગ્રસ્તને પગમાં ફ્રેક્ચર થયું : પોલીસે ગુનો દાખલ કર્યો

Updated: Sep 9th, 2024


Google NewsGoogle News
એમ.જી.રોડ પર મોપેડ પાર્કિંગના મુદ્દે મારામારી 1 - image

 વડોદરા,એમ.જી. રોડ ખરાદી વાડ પાસે મોપેડ કરવા બાબતે ઝઘડો થતા મારામારી થઇ હતી. જે અંગે વાડી પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાઘોડિયા રોડ મહેશ કોમ્પલેક્સ સામે પુનિત નગરમાં રહેતા પ્રફુલ્લભાઇ રસિકલાલ ખરાદીવાડમાં લાકડાની મજૂરી કરે છે. વાડી પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગઇકાલે બપોરે પોણા બાર વાગ્યે હું મારા જૂના મકાન આગળ ડ્રેનેજ ઉભરાતી હોઇ મારા મકાનથી થોડે દૂર મધુસૂદન ખરાદીનું મોપેડ ત્યાં પાર્ક કર્યુ હતું. જેના કારણે  આવતા જતા લોકોને ડ્રેનેજના ગંદા  પાણીમાં પગ મૂકીને જવું પડતું હતું. જેથી, મેં તેઓને મોપેડ હટાવી લેતા કહેતા તેઓએ ઉશ્કેરાઇને મારી સાથે ઝપાઝપી કરી હતી. ત્યારબાદ બપોરે સાડા બાર વાગ્યે હું નાસ્તો કરવા માટે ચાલતો જતો હતો. તે સમયે મધુસૂદન અને રાજેશ કાયસ્થે ફરીથી મારી સાથે ઝઘડો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેઓએ મને પગ પર લાત  મારતા ફ્રેક્ચર થયું હતું. 


Google NewsGoogle News