માંજલપુરમાં કાર પાર્કિંગ બાબતે તકરાર થતા મારામારી

Updated: May 19th, 2024


Google NewsGoogle News
માંજલપુરમાં કાર પાર્કિંગ બાબતે તકરાર થતા મારામારી 1 - image


Image: Freepik

Vadodara: માંજલપુર ગામમાં કાર પાર્કિંગ બાબતે તકરાર થતા મારામારી થઇ હતી. બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવતા માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માંજલપુર ગામ નવી ધરતી પટેલ વાડીમાં રહેતા સંદિપભાઇ રાજારામભાઇ સાળવી નાસ્તાની લારી ચલાવે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે રાતે દશ વાગ્યે નિતીનકુમાર પ્રભુદાસ પટેલ તથા રાજેશ પ્રભુદાસ પટેલ (બંને રહે. વચલી ખડકી, માંજલપુર ગામ) સાથે મારા ભાઇને કાર પાર્કિંગ બાબતે તકરાર થઇ હતી. મેં તેઓને કહ્યું કે, તમે જ્યાં રહો છો. ત્યાં કાર પાર્ક કરો. તેઓએ મારી સાથે ઝઘડો કરી  માર માર્યો હતો. ઝપાઝપી દરમિયાન મારી સોનાની ચેન તૂટી ગઇ હતી.

જ્યારે સામા પક્ષે નિતીન પટેલે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે મેં મારી કાર પટેલ વાડી પાસે ખુલ્લી જગ્યામાં પાર્ક કરી હતી. ત્યાં રહેતા સંદિપ સાળવી તથા તેના ભાઇ  આનંદ સાળવીએ અમારી સાથે ઝઘડો કરી માર માર્યો હતો. મારા પત્ની અમને છોડાવવા વચ્ચે પડતા તેનું મંગળસૂત્ર તૂટી ગયું હતું.


Google NewsGoogle News