Get The App

નવાયાર્ડમાં ફટાકડા ફોડવા બાબતે તકરાર થતા મારામારી

તલવાર અને ડંડાથી હુમલો : બંને પક્ષની સામસામે ફરિયાદ

Updated: Nov 12th, 2023


Google NewsGoogle News
નવાયાર્ડમાં ફટાકડા ફોડવા બાબતે તકરાર થતા મારામારી 1 - image

વડોદરા,નવાયાર્ડમાં ફટાકડા ફોડવા બાબતે તકરાર થતા મારામારી થઇ હતી. જે અંગે બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધાવી હતી.

નવાયાર્ડ રોશન પાર્કમાં રહેતો મહંમદખાલીદ દફેરખાન પઠાણ ડ્રાઇવિંગ કરે છે. ફતેગંજ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઈકાલે સાંજે સાત વાગ્યે હું મારી રિક્ષા લઇને  રેલવે સ્ટેશન ગયો હતો. તે સમયે મોહંમદ ઇકબાલે ફોન કરીને જણાવ્યું હતું કે, રસુલજીની ચાલીમાં નાના બાળકો વચ્ચે ફટાકડા ફોડવા બાબતે ઝઘડો થયો છે. જેથી,  હું રેલવે સ્ટેશનથી રિક્ષા લઇને રસુલજીની ચાલી  પાસે રોશન સ્કૂલ પાસે ગયો હતો. ત્યાં હાજર સમીર પઠાણ મારી સાથે બોલાચાલી કરી ઝઘડો કરવા લાગ્યો હતો. તેણે ડંડાથી, તેના ભાઇ અબ્દુલે તલવારથી  હુમલો કર્યો હતો. તે દરમિયાન અન્ય આરોપીઓ  ઝબીર આલમ ઉર્ફે સરદારજી, મુસ્તફા છોટેખાન, કાદીલ તથા ઇશ્કેનબી આવી ગયા હતા. તેઓએ પણ મને માર માર્યો હતો.

જ્યારે સામા પક્ષે અમરીન પઠાણે  વસિમ, હસ્નેન, ખાલીદ  પઠાણ, ઇમરાન તથા ઇમ્તિયાઝ સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,  ફટાકડા ફોડવા બાબતે તકરાર થતા આરોપીઓએ હુમલો કર્યો હતો.


Google NewsGoogle News