વડોદરાની મકરપુરા જીઆઇડીસીમાં અકસ્માતના મુદ્દે મારામારી

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
વડોદરાની મકરપુરા જીઆઇડીસીમાં અકસ્માતના મુદ્દે મારામારી 1 - image


Crime News Vadodara : વડોદરાની મકરપુરા જીઆઇડીસી કોલોનીમાં રહેતા યુવરાજસિંહ રાઠોડ તેના પિતા તથા નાના ભાઈ નિકુંજ સાથે એક કંપનીમાં નોકરી કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે અમે ત્રણેય પિતા પુત્ર નોકરી પર ગયા હતા અને બપોરે જમવા માટે ઘરે આવ્યા હતા. જમ્યા બાદ પરત નોકરી જતા હતા ત્યારે હું અને મારો ભાઈ મોપેડ લઈને તથા મારા પિતા બાઇક લઈને આવતા હતા. ત્યારે માંજલપુર સિકોતર નગર પાસેથી અમે પસાર થતા હતા તે સમયે અલવાનાકામાં રહેતો બબ્બન તેની મોટરસાયકલ લઈને અમારી સામે આવતા અમારે એક્સિડન્ટ થયો હતો. જેથી મેં તેને બાઇક ધીરી ચલાવવા માટે કહેતા તેણે મને ગાળો બોલી અને તેના બે સાગરીતોને બોલાવીને મને માર માર્યો હતો. આરોપી રાજ વારકેએ મને પકડી લીધો હતો અને બબ્બને પથ્થર વડે મને માર માર્યો હતો.


Google NewsGoogle News