વડોદરાના તરસાલી-ધનિયાવી રોડ પર કાર વચ્ચે અકસ્માતના પગલે મારામારી
image : Freepik
- તરસાલી થી ધનિયાવી તરફ જતા સેવા તીર્થની સામે રોડ પર અકસ્માતના પગલે ટ્રાન્સપોર્ટર અને તેના પુત્ર અને પત્ની સાથે મારામારી કરનાર કારચાલકની સામે મકરપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે
વડોદરા,તા.18 ડિસેમ્બર 2023,સોમવાર
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે રહેતા જીતેન્દ્રભાઈ કાંતિભાઈ પટેલ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે અને તેમના પત્ની વકીલ છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે મારી ગાડી લઈને હું વાઘોડિયા રોડ આદિત્ય પેરેડાઇ સોસાયટીમાં રહેતા સંબંધીના ઘરે ગયો હતો અને ત્યાંથી રાત્રે 9:00 વાગે વતન રાજપારડી જવા માટે હું મારી પત્ની અને ભત્રીજી નીકળ્યા હતા. વાઘોડિયા રીંગરોડ થી ગુરુકુળ ચોકડી થઈ નેશનલ હાઈવે 48 પર તરસાલી બ્રિજની નીચેથી કાયાપરોહણ તરફ જતા હતા તે દરમિયાન ધનીયાવી સેવા તીર્થ સામે રોડ ઉપર એક ક્રેટા કાર આવી હતી અને અમારી સાથે એક્સિડન્ટ કર્યો હતો. મેં મારા દીકરાને ફોન કરતા તે આવી ગયો હતો. એકસીડન્ટ કરનાર કારનો ચાલક ગમે તેમ બોલવા લાગ્યો હતો અને તેના મિત્ર શક્તિસિંહને ફોન કરી બોલાવ્યો હતો. શક્તિસિંહએ મારા પુત્રને તમાચો મારી દીધો હતો. મારી પત્ની મારા દીકરાને બચાવવા જતા તેની સાથે પણ જપાજપી કરી હતી. મારા દીકરાની બાઇકને પણ નુકસાન કર્યું હતું. આ ઝપાઝપીમાં મારી પત્નીને સોનાની ચેન પડી ગઈ હતી.