વડોદરામાં ભૂંડ ચોરી કરવા આવ્યા હોવાના મુદ્દે બે જૂથ વચ્ચે મારામારી : સાત સામે ફરિયાદ
વડોદરા,તા.24 જાન્યુઆરી 2024,બુધવાર
વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં ભૂંડ ચોરી કરવા આવ્યા હોવાની આશંકાએ બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. ધંધાની હદ વિસ્તારને લઈને સરદારજીઓ વચ્ચે બબાલ થઈ હતી. બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધાવતા સયાજીગંજ પોલીસે સાત લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના વારસિયા વિસ્તારમાં રહેતા કરણસિંગ દર્શનસિંગ દુધાનીએ પોલીસ ફરીયાદ હું ભુંડ પાળવાનો અને વેચવાનો ધંધો કરી મારુ જીવન ગુજરાન ચલાવુ છુ. મારો ભુંડ પાળવાનો વિસ્તાર કમાટીપુરા ગામ કલ્યાણ નગરથી રાત્રી બજાર વિશ્વામિત્રી નદીના કોતર સુધીનો છે. મંગળવારે મારો માલ દેખવા માટે કલ્યાણ નગર કમાટીપુરા વિસ્તારમા હુ અને શંકર સોનુ મારવાડી સાથે ગયા હતા. મારી બાઈક કમાટીપુરા ગામ પાસે પાર્ક કરી નદીના કોતર તરફ માલ દેખવા માટે ગયા હતા. તે દરમિયાન રોઝરી સ્કુલ શંકરનગર ખાતે રહેતા ભિમાસિંગ સતનામ સિંગ સરદાર, રાજાસિંગ સતનામસિંગ સરદાર, સતનામસિંગ મોતિસિંગ સરદાર અને નિઝામપુરા ખાતે રહેતા જે કેસિંગ જીતુસિંગ સરદાર આવી ગયા હતા. તેઓએ અમારો માલ કેમ તમે ચોરી કરી લઈ જાવ છો તેમ કહી ગાળો બોલિ અમારી સાથે મારામારી કરવા લાગ્યા હતા અને અમારી બાઈકની પણ તોડફોડ કરી હતી. દરમિયાન આજુબાજુના બીજા માણસો દોડી આવતા અમોને વધુ માર મારી બચાવ્યાં હતા અને તીએ જતા જતા અમને જાન થી મારી નાખવાની પણ ધમકી આપી હતી.જેથી પોલીસ ભિમાસિંગ સતનામસિંગ, રાજાસિંગ સતનામસિંગ તથા સત નામસિંગ મોતિસિંગa જેકેસિંગ જીતુસિંગ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. તેવી જ રીતે સતનામ મોતીસિંગ સિકલીગરે પણ કરણસિંગ દર્શનસિંગ દુધાની, અર્જુનસિંગ દર્શનસિંગ તથા શંક૨ મારવાડી સામે ફરિયાદ નોધાવી છે.