સામાન્ય બાબતમાં બે જૂથો વચ્ચે મારામારી : 11 સામે ગુનો દાખલ
ગાંધીનગર શહેર નજીક આવેલા ચિલોડામાં
અન્યની ચાલી રહેલી તકરારમાં વચ્ચે પડેલા યુવકને માર મારવામાં આવ્યા : બંને પક્ષે ફરિયાદના આધારે પોલીસની તપાસ
ગાંધીનગર શહેર નજીક
આવેલા મોટા ચિલોડામાં બંગડી વાળો વાસમાં રહેતા વિજય ઉર્ફે બોડો દિનેશભાઈ વાઘેલાએ
ફરિયાદ નોંધાવી હતી કે, બપોરના
સમયે તેના ઘર આગળ ફતાભાઇ ઠાકોર અને ભરતભાઇ
મારવાડી તકરાર કરતા હતા. જેથી બંનેને ઝગડો નહિ કરવા બાબતે ઠપકો આપવામાં આવ્યો હતો.
તે સમયે મહેશ ભુરાભાઇ પરમાર આવ્યો હતો અને તે મનફાવે તેમ ગાળાગાળી કરવા લાગ્યો
હતો. જેથી ગાળો બોલવાની ના પાડતા તે જતો રહ્યો હતો.આ બાબતની અદાવત રાખીને રાતે
આશરે દસ વાગે વિજયના ઘરે જઇને મહેશ કહેવા લાગ્યો હતો કે, તુ કેમ બપોરે
મારા ફોઇના દિકરા ભરત અર્જુનભાઇ મારવાડીને ઠપકો આપતો હતો. તેમ કહીને ગાળો બોલી
હાથમાં લાકડી લઇ મારામારી કરવા લાગ્યો હતો. ઝગડો વધારે થતા આસપાસમાંથી લોકો દોડી
આવ્યા હતા.
જેમાં મહેશના ઘરના આવી ગયા હતા. જેમાં કિશન બાબુભાઇ
દેવીપૂજક, અજય
અર્જુનભાઇ મારવાડી, ભરત
અર્જુનભાઇ મારવાડી અને મીનાબેન મારવાડી રહે,
ચિલોડાએ મારામારી કરી હતી. બીજી તરફ મહેશ ભુરાભાઇ પરમાર ફરિયાદ નોંધાવી હતી કે, બપોરના સમયે મારા
ઘરની બાજુમાં રહેતો વિજય દિનેશભાઇ વાઘેલાના ઘરની સામે ફતાભાઇ ઠાકોર અને મારા ફોઇનો
દિકરો ભરત મારવાડી બોલાચાલી કરતા હતા. તે સમયે વિજયે આવીને ઠપકો આપી મનફાવે તેમ
ગાળાગાળી કરવા લાગ્યો હતો. જેથી હુ વચ્ચે પડતા વિજય ગાળો બોલી ઘરમાં જતો રહ્યો
હતો. જ્યારે રાત્રિના સમયે હુ મારા ઘરે પરિવાર સાથે બેઠો હતો. તે દરમિયાન વિજય
આવ્યો હતો અને મનફાવે તેમ ગાળો બોલવા લાગ્યો હતો અને બોલાચાલી કરતા માથામાં પત્થર
માર્યો હતો. મારામારીમાં મારી પત્ની સહિત મારા બનેવીને માર માર્યો હતો. આ
મારામારીમાં વિજયના ઘરના દિનેશ છનાભાઇ વાઘેલા, ભરત પુનમભાઇ
દેવીપૂજક, વિજય
ઉર્ફે લાલભાઇ પુનમભાઇ દેવીપૂજક,
સરોજબેન વિજયભાઇ દેવીપૂજક અને આશાબેન વિજયભાઇ વાઘેલા સામે ચિલોડા પોલીસ મથકમાં
મારામારીની ફરિયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે ૧૧ આરોપીઓ સામે
ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.