લાલકોર્ટ પાસે મુસાફરો બેસાડવાના મુદ્દે રિક્ષા ડ્રાઇવર વચ્ચે મારામારી

બંને રિક્ષા ચાલકો સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ

Updated: Aug 18th, 2024


Google NewsGoogle News
લાલકોર્ટ પાસે મુસાફરો બેસાડવાના મુદ્દે રિક્ષા ડ્રાઇવર વચ્ચે મારામારી 1 - image

વડોદરા,લાલકોર્ટ પાસે રિક્ષામાં મુસાફરો બેસાડવાના મુદ્દે બે રિક્ષા ચાલકો વચ્ચે મારામારી થતા બંનેએ રાવપુરા  પોલીસ સ્ટેશનમાં સામ સામે ફરિયાદ નોંધાવી છે.

અકોટા ગામમાં રહેતા માજીદ નિઝામભાઇ શેખ રિક્ષા ડ્રાઇવિંગ કરે છે. રાવપુરા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું  છે કે, ગઇકાલે સાંજે શટલમાં  ફેરો કરી સૂરસાગર લાલકોર્ટ પાસે આવીને હું ઉભો હતો.રાતે સાડા આઠ વાગ્યે એક રિક્ષામાં બે વ્યક્તિઓ આવ્યા હતા. મારી રિક્ષામાં બેઠેલા મુસાફરોને પોતાની રિક્ષામાં બેસવા માટે જણાવતા હતા. મેં તેઓને કહ્યું હતું કે, આ મુસાફરોને મેં બોલાવ્યા છે. તું કેમ તેઓને લઇ જાય છે ? જેથી, તે બંને વ્યક્તિઓએ મારી સાથે ઝઘડો શરૃ કર્યો હતો. રિક્ષામાંથી ડંડો કાઢી મારા માથા  પર મારી દીધો હતો. તે દરમિયાન મારા સંબંધીઓ આવી જતા મને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ આવ્યા હતા.

જ્યારે સામા  પક્ષે રિક્ષા ડ્રાઇવર રિઝવાન ઉર્ફે અલી રહેમાનભાઇ શેખે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું તથા મારો મિત્ર જયેશ ચંદુલાલ દરજીએ લાલકોર્ટ  પાસે ઉભા રહી પાણી પુરી ખાધી હતી. ત્યારબાદ અમે રિક્ષાઓ પાસે ઉભેલા મુસાફરો બાબતે ચર્ચા કરતા હતા. તે દરમિયાન એક રિક્ષા ચાલકે અમારી સાથે ઝઘડો કરી માર માર્યો હતો. જેમાં મને હોઠ પર પાંચ ટાંકા આવ્યા હતા.


Google NewsGoogle News