Get The App

ચાર વર્ષના પુત્રની મોબાઇલની જીદ બાદ પતિ-પત્ની વચ્ચે ઝઘડો

પત્નીએ આવેશમાં આવી જઇને હૂક પર સાડીથી ફાંસો ખાધા બાદ સારવાર હેઠળ

Updated: Jun 23rd, 2024


Google NewsGoogle News
ચાર વર્ષના પુત્રની મોબાઇલની જીદ બાદ પતિ-પત્ની વચ્ચે ઝઘડો 1 - image

વડોદરા, તા.23 ચાર વર્ષના પુત્રની મોબાઇલની જીદના કારણે પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થતાં મનમાં લાગી આવતા પત્નીએ સાડી વડે ગળા ફાંસો ખાઇ લીધો હતો જો કે તેને બચાવી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે પાદરા તાલુકાના ગવાસદ ગામની સીમમાં રાજનગર ખાતે રહેતા મૂળ કરખડીના વતની રાકેશ ભાઇલાલભાઇ પરમાર તેમની પત્ની માયા (ઉ.વ.૨૯) ચાર વર્ષના પુત્ર સાથે રહે છે. ગઇકાલે સાંજે ત્રણે ઘેર હતાં અને ચાર વર્ષના પુત્રએ મોબાઇલ લેવાની જીદ કરી હતી પરંતુ તેની માતાએ મોબાઇલ નહી મળે તેમ કહ્યું  હતું જેથી પુત્રએ માતાના  હાથમાંથી મોબાઇલ ઝૂંટવી લીધો હતો અને મોબાઇલનો ઘા કર્યો હતો.

પુત્રની આ વર્તણૂંક જોઇને માતા ઉશ્કેરાઇ હતી અને પુત્રને માર મારવાનું શરૃ કર્યું હતું. આ વખતે રાકેશે પત્નીને પુત્રને નહી મારવાનું કહેતાં પતિ અને પત્ની બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. આ ઝગડા બાદ આવેશમાં આવી જઇને માયાબેને બેડરૃમમાં જઇ હૂક પર સાડી વડે ગળા ફાંસો ખાઇ લીધો હતો જો કે આ વાતની જાણ થતાં જ રાકેશે પત્નીને નીચે ઉતારી તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી અને ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. આ બનાવ અંગે વડુ પોલીસે નોંધ કરી હતી.




Google NewsGoogle News