વડોદરામાં ઢોર પાર્ટીના ડ્રાઇવર સાથે ઝપાઝપી કરી ગાય છોડાવી, બે ની અટકાયત

Updated: Dec 21st, 2023


Google NewsGoogle News
વડોદરામાં ઢોર પાર્ટીના ડ્રાઇવર સાથે ઝપાઝપી કરી ગાય છોડાવી, બે ની અટકાયત 1 - image

image : Twitter/Freepik

- નજીદીક આયો તો કાટ દુંગા તેવી ઢોર પાર્ટીના ડ્રાઇવરને એક શખ્સની ધમકી

વડોદરા,તા.21 ડિસેમ્બર 2023,ગુરૂવાર

વડોદરા શહેરના સનફાર્મા રોડ પરથી પાલિકાની ઢોર પાર્ટીએ એક પશુ પકડી ટ્રેક્ટરમાં બંધ કર્યું હતું. ત્યારે એક શખ્સે આવી ટ્રેક્ટરના ડ્રાઇવરે સાથે ઝઘડો કર્યા બાદ નજદીક આયો તો કાટ દુગાં તેવી ધમકી આપી હતી. જેથી ડ્રાઇવરે ગભરાઇ ગયો હતો ત્યારે તેણે ગાયને છોડી ભગાડી મુકી હતી. જેથી આ શખ્સ વિરુદ્ધ પોલીસ નોંધાવતા પોલીસે તેની સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના સમા વિસ્તારમાં આવેલી સંડેરી કૃપા સોસાયટીમાં રહેતા સીમોન કરશનદાસ ખ્રીસ્તી વડોદરા મહાનગર પાલીકાની દબાણશાખા ઇન્સપેક્ટર તરીકે નોકરી કરે છે અને હાલમાં તેમની નિમણૂક પાલીકાની કેટલ પાર્ટી ઇન્ચાર્જ થયેલ થઇ છે. તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગઈ તા.19 ડિસેમ્બરના રોજ ઢોર પાર્ટી ટીમના તથા પોલીસ સ્ટાફના માણસો અને બે પીક-અપ બોલેરો તથા એક ટ્રેકટર સાથે રખડતા ઢોર પકડવાની કામગીરી માટે નીકળ્યા હતા. તે દરમ્યાન ફરતા-ફરતા સનફાર્મા વિસ્તારમાં આવતા એક ગાય જાહેર રોડ પ૨ હોય તેને ટીમના માણસો દ્વારા પકડી પાડી ઢોર પાર્ટીના ટ્રેકટરમાં રાખી હતી અને તાંદલજા વિસ્તારમાં સોસાયટીઓની ગલીઓ સાંકડી હોય ટ્રોલી સાથેનુ ટ્રેકટર સોસાયટીની ગલીઓમા અંદર જઈ શકે તેમ ના હોય, જેથી ટ્રેકટરના ડ્રાઇવર મુકેશ ચૌહાણે ટ્રેકટર પત્રકાર ચાર રસ્તા પાસે ઉભુ રાખ્યું હતુ. ત્યારે ઢોર પાર્ટીના ટ્રેકટર પાસે એક અજાણ્યો ઇસમ આવી ટ્રેકટરનુ પાછળનુ ફાલકુ ખોલવા જતા ડ્રાઇવર મુકેશ ચૌહાણે ખોલવાની ના પાડતા તેણે ડ્રાઇવર મુકેશ ચૌહાણને ગંદી ગાળો બોલી જપાજપી કરવા લાગ્યો હતો. આ શખ્સે ડ્રાઇવર મુકેશ ચૌહાણને જણાવ્યું હતું કે નજદિક આયા તો કાટ દું તેવુ જણાવતા તે અજાણ્યા ઇસમનો વીડિયો ઉતારવા લાગતા તે અજાણ્યા ઇસમે ટ્રેકટરનુ ફાલકુ ખોલી નાખેલ અને ટ્રેકટરની અંદર રહેલ ગાય ક્યાક જતી રહી હતી.  જેથી પોલીસે મોસીન ઘાંચી સામે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News