Get The App

મંદિર પાસેથી રિક્ષા જવામાં નડતી કાર હટાવવાના પ્રશ્ને વડોદરાના કરજણમાં ધીંગાણું

Updated: Apr 17th, 2024


Google NewsGoogle News
મંદિર પાસેથી રિક્ષા જવામાં નડતી કાર હટાવવાના પ્રશ્ને વડોદરાના કરજણમાં ધીંગાણું 1 - image

image : Freepik

Crime News Vadodara : વડોદરા જિલ્લાના કરજણ જલારામનગર શનિદેવ મંદિર પાસે પૂજારીએ પાર્ક કરેલી કારને કારણે રિક્ષા પસાર થઈ શકે તેમ ના હતી. તેને કારણે પૂજારીને કાર ખસેડવાનું કહેવાના પ્રશ્ને થયેલી તકરારમાં બે કોમ વચ્ચે ધીંગાણું થયું હતું. આ અંગે સામ સામે ફરિયાદ નોંધાવાઈ હતી.

 કરજણ જલારામનગર વૃંદાવન વાડીમાં રહેતા 44 વર્ષના અહેસાનઅલી સૈયદે કરજણ અરજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે 14મી તારીખે રાત્રે 10:30 વાગ્યે જલારામ નગરના શનિદેવ મંદિર પાસે કેનાલની બાજુમા આવેલા રોડ પરથી અહેસાન તથા તેમના ઘરના સભ્યો રિક્ષા લઈ ઘરે જવા માટે નીકળ્યા હતા. ત્યારે શનિદેવના પૂજારી રાજુ ભરવાડ મહારાજે તેમની ઇકો ગાડી મંદિર પાસે મૂકી હતી અને તેની બાજુમાં બીજી એક ફોરવ્હીલ પડી હતી. તેને કારણે રીક્ષા નીકળી શકે તેમ ન હતી. તેથી અહેસાને મંદિરના પૂજારીને કાર હટાવવા માટે કહ્યું હતું. ત્યારે પૂજારી બહાર આવ્યા હતા અને અહેસાને ગમે તેમ ગાળો બોલવા માંડ્યા હતા અને કહ્યું હતું કે મારી ગાડી નહીં હટે તારે જવું હોય તો જા. કહી ગાલ પર થપ્પડ મારી ઝઘડો કર્યો હતો. તેથી અહેસાનના રિક્ષામાં બેઠેલા પરિવારના સદસ્યો ઉતરીને બહાર આવ્યા હતા. અને મહારાજને કહેવા લાગ્યા હતા કે કેમ ઝઘડો કરો છો તે સમયે અહેસાનનો ભાણિયો માહિરઅલી તેના ઘરેથી બાઈક લઇ આવ્યો હતો અને અહેસાનના નાનાભાઈ એજાજઅલીને મૂકવા જતો હતો. તે બંને ત્યાં આવીને ઝઘડાનો વીડિયો બનાવવા લાગ્યા હતા. દરમિયાન કેનાલના નાળા પર બેઠેલા દસ વ્યક્તિ ત્યાં ધસી આવ્યા હતા અને માહિરઅલીને તું કેમ મોબાઇલમાં વિડીયો બનાવે છે કહી ઝઘડો કર્યો હતો અને મંદિરમાંથી બીજા દસ માણસો આવ્યા હતા અને જગદીશ ભરવાડ લોખંડની પાઇપ વડે માહિર અલીને ફટકા માર્યા હતા. ઝાલા ભરવાડે લાકડી વડે અહેસાનના બનેવી હૈદરઅલી અને બેન રહીશબાનુને માર્યા હતા. ભત્રીજી તલત ફાતિમાને પણ પૂજારીએ છૂટો પથ્થર માર્યો હતો‌. બાદ તેને કેનાલમાં ફેંકી દીધી હતી. તે સમયે અહેસાનના બનેવી હૈદરઅલીને મેરૂ

 બીજલ ભરવાડે માર માર્યો હતો. અને તમામને ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે રાયોટીંગનો ગુનો નોધી આગળની તપાસ શરૂ કરી છે.

કાર હટાવું છું તેમ કહ્યું તે પહેલા બધા અમારી પર તૂટી પડ્યા : મંદિરનો પૂજારી 

 કરજણ જલારામનગરમાં આવેલા શનિદેવ મંદિર નજીકથી રિક્ષા પસાર થઈ શકે તેમ ન હોવાથી કાર હટાવવાનું કહ્યું હતું આ બાબતે ઝઘડો થતાં મંદિરના પૂજારી રાજુગીરી કમલાનંદગીરી મહંત ઉમર 55ને રિક્ષાચાલક અહેસાનઅલી, હૈદરઅલી સૈયદ, રહીશાબેન, માહિરઅલી, અફસાનાબેન, એઝાઝઅલી, કુલસૂમબેન, નસીમબેન, નિલોફરબેન, સમીમબેન, બિલાલ ખત્રી અને મકસુદ ખત્રી મળી 12 વ્યક્તિએ હિંસક હુમલો કર્યો હોવાથી ફરિયાદ નોંધાવી હતી.


Google NewsGoogle News