સયાજી હોસ્પિટલમાં બે રેસિડેન્ટ ડોક્ટર્સ વચ્ચે ઝપાઝપી
બંને ડોક્ટર્સની દવાખાના વર્ધીના આધારે પોલીસે તપાસ શરૃ કરી
વડોદરા,સયાજી હોસ્પિટલમાં બે રેસિડેન્ટ ડોક્ટર વચ્ચે નજીવી બાબતે હાથાપાઇ થઇ હતી. જે અંગે રાવપુરા પોલીસે દવાખાના વર્ધીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના વાડીયા ગામે રહેતા સમીર અકબરભાઇ કાબરીયા ( ઉં.વ.૨૫) અને તાંદલજા આશિયાના ડૂપ્લેક્સમાં રહેતા ૨૪ વર્ષના રૃહુલઅલી સૈયદ સયાજી હોસ્પિટલમાં સર્જીકલ વિભાગમાં રેસિડેન્સી કરે છે. આજે સવારે ૧૧ વાગ્યે ન્યૂ સર્જીકલ બ્લોક સેકન્ડ ફ્લોર પર તેઓ વચ્ચે નજીવી બાબતે ઝપાઝપી થઇ હતી. બંને ડોક્ટરોને સયાજી હોસ્પિટલમાં સારવાર કરાવવી પડી હતી. આ અંગે સિનિયર ડોક્ટર્સે મધ્યસ્થી કરી મામલો થાળે પાડયો હતો. પરંતુ, આ અંગે દવાખાના વર્ધી પોલીસ સ્ટેશનમાં લખાવવામાં આવી હોવાથી રાવપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.