કોમર્સ ફેકલ્ટીમાં મારામારી, પરીક્ષા આપીને ઘરે જઈ રહેલા વિદ્યાર્થીને માર માર્યો

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
કોમર્સ ફેકલ્ટીમાં મારામારી, પરીક્ષા આપીને ઘરે જઈ રહેલા વિદ્યાર્થીને માર માર્યો 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં બે મહિના પહેલા થયેલા ઝઘડાની અદાવતમાં  ફેકલ્ટીના બે વિદ્યાર્થી સંગઠનો ફરી બાખડયા હતા.પરીક્ષા આપીને બહાર નિકળી રહેલા વિદ્યાર્થી પર મેઈન બિલ્ડિંગના પ્રાંગણમાં હરિફ સંગઠનના વિદ્યાથીઓએ  માર મારતા  ફેકલ્ટીમાં દોડધામ મચી ગઈ હતી.

આજની મારામારીએ યુનિવર્સિટીની સુરક્ષા પર ફરી સવાલો ઉઠાવ્યા છે.યુનિવર્સિટીએ ચાર કરોડના ખર્ચે જે સિક્યુરિટી કંપનીઓને સુરક્ષાનો હવાલો સોંપ્યો છે તે કંપનીઓ શું કરી રહી છે તે સવાલ ઉઠી  રહ્યો છે અને સત્તાધીશો રાબેતા મુજબ  વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને બેફિકર છે.

મળતી વિગતો પ્રમાણે કોમર્સ ફેકલ્ટીમાં એફવાયના વિદ્યાર્થીઓના પ્રવેશના મુદ્દે આંદોલન ચાલી રહ્યુ હતુ તે દરમિયાન મેઈન બિલ્ડિંગ પર ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન અને ઓલ ગુજરાત સ્ટુડન્ટ ગુ્રપ આમને સામને આવી ગયા હતા.બંને સંગઠનોના વિદ્યાર્થીઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી.આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને વિદ્યાર્થીઓએ આમને સામને ફરિયાદ નોંધાવી હતી.

જેના પડઘા આજે પડયા હતા.હાલમાં ચાલી રહેલી ઈન્ટરનલ પરીક્ષામાં આજે પેપર આપીને ઘરે જઈ રહેલા ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયનના કેયુર નામના વિદ્યાર્થીને ઘેરીને હરિફ સંગઠન ઓલ ગુજરાત સ્ટુડન્ટ ગુ્રપ( જે હવે એબીવીપીમાં ભળી ગયુ છે)ના વિદ્યાર્થીઓએ માર માર્યો હતો.અચાનક થયેલી મારામારીથી ભારે નાસભાગ મચી ગઈ હતી.ૅજેને માર મરાયો છે તે સંખેડાના ધારાસભ્યની પુત્રીનો પુત્ર એટલે કે દોહિત્ર  હોવાનુ જાણવા મળ્યુ છે.મળતી માહિતી પ્રમાણે આ મામલામાં ંબને સંગઠનોએ એક બીજાની સામે પોલીસ મથકમાં અરજી પણ આપી છે અને હવે પોલીસે કાર્યવાહી શરુ કરી છે.



Google NewsGoogle News