વડોદરા જિ.પંચાયતમાં અધિકારી અને ભાજપના સભ્યો વચ્ચે ગજગ્રાહઃકોંગ્રેસના કામો કરતા હોવાનો આરોપ
વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતમાં ભાજપના સદસ્યો અને અધિકારીઓ વચ્ચે વિખવાદના બનાવો બની રહ્યા છે.આજે બાંધકામ સમિતિની મીટિંગમાં આજે ભાજપના એક આગેવાન અધિકારી પર વરસી પડયા હતા અને કોંગ્રેસના કામો કરવામાં વધુ રસ લેતા હોવાનો આક્ષેપ કર્યો હતો.
બાંધકામ સમિતિની મીટિંગ મળી ત્યારે ભાજપના પૂર્વ ચેરમેન રાજેન્દ્ર પટેલે જિલ્લા પંચાયતના ચેરમેનોની ઓફિસોના રિનોવેશન કેમ થયા નથી અને કોંગ્રેસની ઓફિસ કેવી રીતે નવી બની ગઇ તે મુદ્દે અધિકારી સામે નારાજગી વ્યક્ત કરી હતી.
તેમણે એમ પણ કહ્યું હતું કે,અઢી વર્ષ પહેલાં હું જ્યારે કારોબારી ચેરમેન હતો ત્યારે નવા સભાગૃહ,૧૦૮ આંગણવાડીઓને સ્માર્ટ બનાવવા તેમજ બિલ્ડિંગ રિનોવેશન જેવા કામો માટે રૃ.ત્રણ કરોડ ફાળવ્યા હતા.પરંતુ આ પૈકીનું એક પણ કામ હજી થયું નથી.