Get The App

કોમર્સ ફેકલ્ટીમાં સતત બીજા દિવસે વિદ્યાર્થી સંગઠનો વચ્ચે મારામારી

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
કોમર્સ ફેકલ્ટીમાં સતત બીજા દિવસે વિદ્યાર્થી સંગઠનો વચ્ચે મારામારી 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં આજે સતત બીજા દિવસે એનએસયુઆઈ અને એજીએસયુ( ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન) સંગઠનના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી.

એફવાયબીકોમના શિક્ષણ કાર્યનો ગઈકાલથી પ્રારંભ થયો છે.શિક્ષણ કાર્ય શરુ થતાની સાથે જ એફવાયના વિદ્યાર્થીઓને પ્રભાવિત કરવા માટે વિદ્યાર્થી સંગઠનો ખાસ કરીને એનએસયુઆઈ અને એજીએસયુએ કોમર્સ ફેકલ્ટી ખાતે બે દિવસથી અડિંગો જમાવી દીધો છે.

સોમવારે પણ આ બે સંગઠનોના વિદ્યાર્થીઓ આમને સામને આવી ગયા હતા.જેમાં એનએસયુઆઈનો એક વિદ્યાર્થી પ્રસાદ વિતરણ કરવા માટેના ટેબલ પર બૂટ પહેરીને ચઢી ગયો હતો અને તેની સામે એજીએસયુના વિદ્યાર્થીઓએ વાંધો લીધો હતો.જેના કારણે મામલો બીચકયો હતો અને મારામારી થતા પોલીસ દોડી આવી હતી.જેના કારણે બંને સંગઠનોના વિદ્યાર્થીઓ છુટા પડી ગયા હતા.

જોકે આજે એનએસયુઆઈના એક વિદ્યાર્થીએ ગઈકાલની મારામારીની વાત છેડીને  એજીએસયુના વિદ્યાર્થીઓ સાથે ફરી ઝઘડો શરુ કર્યો હતો અને તેના કારણે બંને સંગઠનો ફરી આમને સામને આવી ગયા હતા.છુટ્ટા હાથની મારામારીના પગલે ફેકલ્ટીના મેઈન બિલ્ડિંગ ખાતે દોડધામ મચી ગઈ હતી.એ પછી પોલીસ કાફલો દોડી આવતા સ્થિતિ થાળે પડી હતી.જે પ્રકારે આ બે સંગઠનો વર્ચસ્વ જમાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે જોતા આગામી દિવસોમાં પણ ફરી અથડામણ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.


Google NewsGoogle News