વડોદરાના માંજલપુરમાં મહાકાલ સેનાના પ્રમુખ અને ચાર યુવક વચ્ચે મારામારી

Updated: May 22nd, 2024


Google NewsGoogle News
વડોદરાના માંજલપુરમાં મહાકાલ સેનાના પ્રમુખ અને ચાર યુવક વચ્ચે મારામારી 1 - image

image : Freepik

Vadodara Crime : વડોદરા મહાકાલ સેનાના પ્રમુખ મુકેશ રાજપૂત માંજલપુર કંચનપુરા ખાતેથી પસાર થતા હતા અને તે સમયે વિજય માળી નામના બાઇક ચાલક સાથે બોલાચાલી થતાં વિજય માળીના 4 મિત્રો પણ ત્યાં આવી ગયા હતા અને બેફામ ગાળા ગાળી કરી વિજય દ્વારા પાઈપ પગમાં ફટકા માર્યા હતા અને અન્ય કાંચનપુરાના 4 ક્ષત્રિય મિત્રોએ માથામાં હથિયાર વડે હુમલો કર્યો હતો. તે દરમ્યાન મુકેશનો ભાઈ અને પિતા આવી જતા 108 બોલાવી હોસ્પિટલ લઈ જવાયા હતા ત્યાં મારામારીથી મુકેશને પગમાં ફેક્ચર થયું હતું અને માથામાં ત્રણ ચાર ટાંકા આવી ગયા હતા. 

તેથી મુકેશનાં નાનાભાઈ વિનોદ દ્વારા માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી તેથી પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી હતી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


Google NewsGoogle News