વડોદરામાં સરદાર ભુવનના ખાંચામાં મર્ડર બાદ વન-વે કરાતા વિવાદ, બાઈક ચાલક અને પોલીસ વચ્ચે ઘર્ષણ
image : Filephoto
Vadodara Crime News : વડોદરાના સરદાર ભુવન વિસ્તારમાં હત્યાના બનાવ બાદ વન-વે કરાતા વિવાદ સર્જાયો છે. આ મુદ્દે પોલીસ તેમજ વાહન ચાલક વચ્ચે રકઝક થતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
સરદાર ભુવનના ખાચામાં પાર્કિંગના મુદ્દે ઝઘડો થયા બાદ એક વાહનચાલકની હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં દુકાનદારની ધરપકડ કરવામાં આવી હતી. ઉપરોક્ત બનાવવા જ પોલીસે સરદાર ભવનના ખાચામાં વન-વે કર્યો છે. જેને કારણે આ વિસ્તારમાં રહીશો તેમ જ વાહન ચાલકો હેરાન થઈ ગયા છે.
તાજેતરમાં જ માંજલપુરના ધારાસભ્ય આ મુદ્દે પોલીસ કમિશનર રજૂઆત કરી હતી અને ફેરવિચારણા કરવા માટે કહ્યું હતું. પરંતુ ત્યાર પછી પણ કોઈ પગલાં લેવાયા નથી. દરમિયાનમાં ગઈકાલે બપોરે બાઈક ઉપર સવાર બે યુવકો અહીંથી પસાર થતા હતા ત્યારે પોલીસે તેમને અટકાવતા એક યુવકે નીચે ઉતરી પોલીસ સાથે રકઝક કરી હતી અને બેરીકેટ ખસેડવાનો પ્રયાસ કરતા વધુ પોલીસ બોલાવવામાં આવી હતી. પોલીસની પૂછપરછમાં માથાકૂટ કરતા યુવકનું નામ રવિ કનુભાઈ રબારી મંજુસર સાવલી હોવાનું ખુલ્યું હતું. જેથી તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.