Get The App

લોકો પાસેથી પૈસા ઉઘરાવી ૬ ઠગ કપંનીઓએ શટર પાડી દીધા રૃા.૨૫૩.૪૪ કરોડ પરત મેળવવા ૨૪૨૫૫ રોકાણકારો દ્વારા દાવા

ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ એક્ટ મુજબ કાર્યવાહી બાદ રજૂ થયેલા દાવાની રકમ રોકાણકારોને ક્યારે મળશે તે નિશ્ચિત નથી

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
લોકો પાસેથી પૈસા ઉઘરાવી ૬ ઠગ કપંનીઓએ શટર પાડી દીધા  રૃા.૨૫૩.૪૪ કરોડ પરત મેળવવા ૨૪૨૫૫ રોકાણકારો દ્વારા દાવા 1 - image

વડોદરા, તા.24 વડોદરામાં ઠગ કંપનીઓ દ્વારા વડોદરા તેમજ આસપાસના તાલુકા અને જિલ્લાના રોકાણકારો પાસેથી નાણાં ઉઘરાવી કંપનીઓ બંધ કરી દેતા મધ્યમવર્ગના અનેક રોકાણકારોના કરોડો રૃપિયા ફસાયા બાદ  જીપીઆઇડી એક્ટ મુજબ રોકાણકારો પાસેથી દાવા મંગાવવામાં આવતા છ ઠગ કંપનીઓના ૨૪૨૫૫ રોકાણકારોએ કુલ રૃા.૨૫૩.૪૪ કરોડના દાવા રજૂ કર્યા છે. 

રોકાણકારો દ્વારા નોંધાયેલી ફરિયાદના પગલે તંત્ર દ્વારા રોકાણકારોને નાણાં અપાવવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ આ નાણાં ક્યારે પરત મળશે તે નિશ્ચિત  નથી. વડોદરામાં નોંધાયેલી આશરે ૧૧ જેટલી ઠગ કંપનીઓ સામેની ફરિયાદ પૈકી છ ઠગ કંપનીઓમાં સૌથી વધુ દાવા સહારા ક્રેડિટ કો.ઓ.સો.લી.ના રોકાણકારોના આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ઊંચા વ્યાજનું વળતર આપીને ભેજાબાજોએ વિવિધ સ્કીમો બજારમાં મૂકી હતી. ઠગ ટોળકીઓ  દ્વારા સ્થાપિત ફાઇનાન્સ કંપનીઓ પોતાના એજન્ટો દ્વારા રોકાણકારોને ફસાવતી હતી અને કરોડો રૃપિયાનું રોકાણ સામાન્ય માણસની બચતમાંથી મેળવ્યા બાદ જ્યારે પાકતી મુદતે પૈસા ચૂકવવાના આવે ત્યારે ઠગ કંપની હાથ અધ્ધર કરી દેતી હતી અથવા પોતાની ઓફિસમાં તાળા મારી રાતોરાત કંપની અદ્રશ્ય થઇ જવાની ઘટનાના પગલે પોલીસ ફરિયાદો થતી હતી.

પોલીસ ફરિયાદ બાદ આરોપીઓની ધરપકડ થતી અને તેઓ જામીન પર છૂટી જતા હતા. પરંતુ રોકાણકારોના કરોડો રૃપિયા પરત મળતા ન  હતાં જેથી ગુજરાત સરકાર દ્વારા વર્ષ-૨૦૦૩માં ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ એક્ટ નામનો કાયદો અમલમાં આવ્યો હતો. આ કાયદા અંતર્ગત ભેજાબાજોની મિલકતો ટાંચમાં લઇને તે મિલકતોની હરાજી કરી તેના વેચાણથી જે રકમ મળે તે રોકાણકારોને પરત આપવાની જોગવાઇ છે. આ કાયદા અંતર્ગત વડોદરાની એસડીએમ કચેરી દ્વારા રોકાણકારોની વિગતો મંગાવવામાં આવી હતી હવે આ અંગેનો રિપોર્ટ કોર્ટને પણ કરાશે. જો કે વડોદરાની ઠગ કંપનીઓની સ્કીમોમાં ફસાયેલા કરોડો રૃપિયા રોકાણકારો પાસે ક્યારે આવશે તે નિશ્ચિત નથી.

ઠગ કંપનીઓ, રોકાણકારોની સંખ્યા અને દાવાની રકમ

કંપની દાવાઓની સંખ્યા રકમ

સહારા ક્રેડિટ કો.ઓ. સો.લી. ૨૦૪૨૪ ૨૨૮.૨૯ કરોડ

શ્રી હલધન રિયલ્ટી ઇ.લી. ૩૬૨૪ ૧૦.૪૧ કરોડ

જલારામ ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટ ૨૦૧ ૧૪.૫૪ કરોડ

સ્ટાર મલ્ટીપર્પઝ કો.ઓ.સો.લી. ૨.૫૯ લાખ

એચવીએન રિયલ્ટી એન્ડ એન્ટરપ્રાઇઝ ઇ.લી. ૫ લાખ

તિરુપતી ઇમીગેન ૧૦.૪૦ લાખ


Google NewsGoogle News