વડોદરામાં મકરપુરા જીઆઇડીસીમાંથી બાળકને કોઈ અજાણી વ્યક્તિ ઉઠાવી ગયો : છેલ્લે દુકાનના સીસીટીવીમાં દેખાયો

Updated: Feb 9th, 2024


Google NewsGoogle News
વડોદરામાં મકરપુરા જીઆઇડીસીમાંથી બાળકને કોઈ અજાણી વ્યક્તિ ઉઠાવી ગયો : છેલ્લે દુકાનના સીસીટીવીમાં દેખાયો 1 - image

image : Socialmedia

વડોદરા,તા.09 ફેબ્રુઆરી 2024,શુક્રવાર

વડોદરાના મકરપુરા જીઆઇડીસી વિસ્તારમાંથી નવ વર્ષનું બાળક ગુમ થતા પરિવારજનો દ્વારા ગુમ બાળકને શોધવા ઝડપથી પગલા લેવાય તેવી માંગ કરી છે.

 મકરપુરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ મસ્જિદ મોહલ્લામાં રહેતો નવ વર્ષનો બાળક છેલ્લા ત્રણ દિવસથી ગુમ છે. બાળક ગુમ થતા એના વાલીએ આ અંગે માંજલપુર પોલીસ મથકે બાળક ગુમ થયા અંગે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ કરતા બાળક એક દુકાનના સીસીટીવીમાં જણાઈ આવ્યો હતો. અહીં એક ઈસમ સાથે તે વાત કરતા એ ઈસમ તેને પટાવી ફોસલાવીને લઈ જઈ રહ્યો હોવાનું જણાઈ આવ્યું હતું. બાળક સાથે કોઈ અઘટિત ઘટના બને તે અગાઉ તેને સહી સલામત બચાવી લેવા પરિવારજનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે.


Google NewsGoogle News