Get The App

વડોદરામાં હોળી-ધુળેટી પહેલા મસાલા, ધાણી, ચણા, ખજૂર, હારડા, સેવ વગેરેનું ચેકિંગ શરૂ

Updated: Mar 20th, 2024


Google NewsGoogle News
વડોદરામાં હોળી-ધુળેટી પહેલા મસાલા, ધાણી, ચણા, ખજૂર, હારડા, સેવ વગેરેનું ચેકિંગ શરૂ 1 - image


- હોળી ધુળેટીના તહેવાર આડે ત્રણ દિવસ બાકી છે, ત્યારે ચેકિંગ વધુ સઘન કરાશે

વડોદરા,તા.20 માર્ચ 2024,બુધવાર

હોળી ધુળેટીનું પર્વ નજીકમાં છે અને બીજી બાજુ મસાલાની સિઝન પણ ચાલુ થઈ ચૂકી છે, ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા મસાલાનું અને ધાણી, ચણા, ખજૂર, હારડા, સેવ વગેરેનું ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. હાલ બજારમાં વિવિધ સ્થળોએ મસાલાના સ્ટોર લાગેલા છે, તેમજ દુકાનોમાં પણ રેડીમેડ મસાલા વેચાઈ રહ્યા છે. આ મસાલાની ગુણવત્તા કેવી છે તેમાં કશું ભેળવેલું છે કે કેમ તે સંદર્ભે ફૂડ સેફ્ટી ઓફિસરો તપાસ માટે વિવિધ વોર્ડમાં કામે લાગ્યા છે. જોકે આ રૂટિન કામગીરી બતાવવામાં આવી રહી છે. દર વર્ષની માફક હોળી ધૂળેટીના તહેવારો પૂર્વે બજારમાં ધાણી, ચણા, ખજૂર, હારડા, સેવ વગેરેનું વેચાણ શરૂ થાય ત્યારે કોર્પોરેશન દ્વારા ચેકિંગ કરવામાં આવે છે. ચણાને પીળા બનાવવા માટે હળદરને બદલે કૃત્રિમ રંગ નાખેલો છે કે કેમ, હારડામાં સેકરીનનો વપરાશ થયો છે કે કેમ, ઉપરાંત ધાણી અને સેવ બનાવવા રો-મટીરીયલ કઈ ક્વોલિટીનું છે તે અંગે પણ ચેકિંગ ચાલુ કરવામાં આવ્યું છે, અને નમુના લેવાઈ રહ્યા છે. જે તપાસ માટે લેબોરેટરીમાં મોકલી દેવામાં આવે છે. હોળીના તહેવાર આડે ત્રણ ચાર દિવસ બાકી રહ્યા છે જેથી ચેકિંગની કામગીરી હજી વધુ સઘન થશે તેમ જાણવા મળ્યું છે.


Google NewsGoogle News