Get The App

વડોદરામાં રોગચાળાને ધ્યાનમાં રાખી પાણીપુરીની લારી-ગલ્લા તેમજ બનાવવાના સ્થળે આરોગ્ય ખાતાનું ચેકિંગ

Updated: Jul 15th, 2024


Google NewsGoogle News
વડોદરામાં રોગચાળાને ધ્યાનમાં રાખી પાણીપુરીની લારી-ગલ્લા તેમજ બનાવવાના સ્થળે આરોગ્ય ખાતાનું ચેકિંગ 1 - image


Vadodara Corporation News : વડોદરા શહેરમાં પાણીજન્ય રોગચાળો માથું ઉચકી રહ્યો છે ત્યારે વડોદરાના વિવિધ વિસ્તારમાં બનાવાતી પાણીપુરીના યુનિટો પર પાલિકા તંત્રની આરોગ્ય શાખા દ્વારા આજે સવારથી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં દુષિત જણાયેલા એક હજાર લિટર જેટલા ચટાકેદાર પાણીપુરીના પાણીનો નાશ કરાયો હતો. 

ઉલ્લેખનીય છે કે, સાંજ પડતા જ ઠેર ઠેર પાણીપુરીના ખુમચાવાળા વિવિધ વિસ્તારમાં ગોઠવાઈ જતા હોય છે જ્યાં પાણીપુરીના રસિયાઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ જાય છે. પાણીપુરીના મસાલામાં વપરાતા બટાકા બગડેલા અને ફુગાયેલા ચણા કેટલાય ખુમચાવાળા વાપરતા હોવાની ફરિયાદો તંત્રના આરોગ્ય વિભાગને મળી હતી. છેલ્લા કેટલાય દિવસથી પાણીપુરીના ખુમચાવાળાના મસાલાનું ચેકિંગ આરોગ્યની ટીમ દ્વારા શરૂ કરાયું હતું અને અનેક જગ્યાએથી બગડેલા બટાકા અને ફૂગવાળા ચણાના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

 જ્યારે આજે વહેલી સવારથી જ શહેરના પૂર્વ વિસ્તારમાં ઉકાજીનું વાડિયું અને વારસિયા વિસ્તારમાં બનાવવામાં આવતી પાણીપુરીના યુનિટો પર પણ આરોગ્યની ટીમ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન કથીત દૂષિત એક હજાર લિટર જેટલા ચટાકેદાર પાણીનો નાશ આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો.


Google NewsGoogle News