રથયાત્રાના રૃટ પર બોમ્બ અને ડોગ સ્કવોડ દ્વારા સર્ચ,અનેક વિસ્તારોમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

Updated: Jul 6th, 2024


Google NewsGoogle News
રથયાત્રાના રૃટ પર બોમ્બ અને ડોગ સ્કવોડ દ્વારા સર્ચ,અનેક વિસ્તારોમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ 1 - image

રથયાત્રા પૂર્વે શહેર પોલીસ દ્વારા રૃટ પર બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું અને વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું.

આવતીકાલે તા.૭મીએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળનાર હોવાથી શહેર પોલીસ દ્વારા તકેદારીના તમામ પગલાં  લેવામાં આવ્યા છે.પોલીસ કમિશનર દ્વારા ઉચ્ચ અધિકારીઓ સાથે મીટિંગ કરી રથયાત્રાના રૃટ પર બોમ્બ અને ડોગ સ્કવોડ દ્વારા રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ પણ કરાવવામાં આવી રહ્યું છે.

તો બીજીતરફ ગુનેગારો પર પોલીસનો ખોફ રહે તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.પોલીસ કમિશનર દ્વારા રથયાત્રા વખતે પાકિટમારો અને અછોડાતોડ જેવા ગુનેગારો પર ખાસ નજર રાખવા માટે સૂચના આપવામાં આવી છે.


Google NewsGoogle News