Get The App

બ્રહ્માકુમારીઝની સેવિકાને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ ના નામે ફસાવી ઠગોએ 17 લાખ ખંખેરી લીધા

Updated: Nov 21st, 2024


Google NewsGoogle News
બ્રહ્માકુમારીઝની સેવિકાને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ ના નામે ફસાવી ઠગોએ 17 લાખ ખંખેરી લીધા 1 - image

વડોદરાઃ શહેરની પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ સંસ્થાની એક સેવિકાને ઓનલાઇન ઠગોએ ભોળવીને રૃ.૧૭ લાખ પડાવી લીધા હોવાનો કિસ્સો બનતાં સાયબર સેલે તપાસ હાથ ધરી છે.

સમા વિસ્તારમાં રહેતા ભાવનાબેન મિસ્ત્રીએ પોલીસને કહ્યું છે કે,તા.૨૦મી મે એ મને એચસીએલ સોફ્ટવેર કંપનીના ગુ્રપમાં જોઇન કરવામાં આવી હતી.મને ઘેરબેઠા કમાવા ભારતના ખ્યાતનામ સ્થળોના રિવ્યૂ લખવા માટે ટાસ્ક આપી ડિપોઝિટ પેટે રૃ.૨૦૦૦, રૃ.૯૦૦૦ અને રૃ.૧૧ ૦૦૦ ભરાવ્યા હતા.જેની સામે મને રૃ.૩૧ હજાર મળ્યા હતા.

ત્યારબાદ હું ગુ્રપમાંથી સ્વેચ્છાએ નીકળી ગઇ હતી.પરંતુ મને માયા નામની યુવતીએ ફોન કરી સતત દબાણ કરીને ફરીથી વીઆઇપી ગુ્રપમાં એડ કરી હતી.જેમાં માત્ર ચાર જ મેમ્બર હતા.મને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવા માટે જુદીજુદી ઓફરો આપવામાં આવી હતી.મારા ગુ્રપના મેમ્બર્સ તેમની કમાણીના સ્ક્રીનશોર્ટ મુકતા હતા.જેથી મને વિશ્વાસ આવ્યો હતો.

મહિલાએ કહ્યું છે કે,મારું એક એકાઉન્ટ પણ ખોલવામાં આવ્યું હતું.જેમાં મારા ઇન્વેસ્ટ મેન્ટ ની સામે બેલેન્સ દેખાતું હતું.મેં નાનપણથી કરેલી બચત અને એફડીના રૃ.૧૭ લાખ ટ્રાન્સફર કર્યા હતા.પરંતુ તેની સામે રકમ ઉપાડી શકાતી નહતી.જેથી મારી સાથે ફ્રોડ થતાં સાયબર સેલને ફરિયાદ કરી હતી.


Google NewsGoogle News