Get The App

ગુજરાત હાઉસિંગ બોર્ડનું મકાન અપાવવાની લાલચ આપી ટુંડાવના જમીન માલિક સાથે ઠગાઈ

Updated: May 18th, 2024


Google NewsGoogle News
ગુજરાત હાઉસિંગ બોર્ડનું મકાન અપાવવાની લાલચ આપી ટુંડાવના જમીન માલિક સાથે ઠગાઈ 1 - image

image : Freepik

Fraud Case in Vadodara : સાવલી તાલુકાના ટુંડાવ ગામમાં રહેતા જીતસિહ ઉર્ફે દાઉદભાઈ છત્રસિંહ રાણાની જમીનમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન બનાવી આપવાની લાલચ અમદાવાદના જમાલપુર વિસ્તારમાં રહેતા સૈયદ ફૈઝાન નિવાજભાઈએ તેમજ નડિયાદમાં રહેતા દીપક અંબાલાલ બરોટે આપી હતી. ત્યારબાદ જમીનના માલિક જીતસિંહ ઉર્ફે છત્રસિંહને વડોદરામાં ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસમાં લઈ ગયા બાદ ત્રણ લાખ રૂપિયા બંને ભેજાબાજોએ મેળવ્યા હતા અને તેની રસીદ પણ આપી હતી. જો કે લાંબા સમય સુધી મકાન નહીં મળતા રૂપિયાની ઉઘરાણી કરી હતી રૂપિયા આપવામાં પણ આનાકાની કરતા બંને ભેજાબાજો સામે જીતસિંહે ભાદરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News