ફેસબુકમાં જાહેરાત જોઇ ટ્રેક્ટર ખરીદવા જતા દોઢ લાખ ગુમાવ્યા
તારાપુર અને આણંદના ત્રણ ભેજાબાજો પૈસા લઇને રફુચક્કર થઇ ગયા
વડોદરા, તા.30 ફેસબુક પર જાહેરાત જોઇને સેકન્ડ હેન્ડ ટ્રેક્ટરની ખરીદી કરવા જતા સાવલીના ખેડૂતે દોઢ લાખ ગુમાવ્યા હતાં. તારાપુરના બે ભેજાબાજ સહિત ત્રણ શખ્સોએ ઠગાઇ કરતા પોલીસે ત્રણેની શોધખોળ હાથ ધરી છે.
મહારાષ્ટ્રના નંદુરબાર તાલુકાના ખોરાલાગામના મૂળ વતની પરંતુ હાલ સાવલીમાં રહેતા યોગેશ ભુરાભાઇ ઘનગરે સાવલી પોલીસ સ્ટેશનમાં અનવર મુસ્તાક વ્હોરા (રહે.વિસધારા પાછળ, તારાપુર), રફીક ગુલામ વ્હોરા (રહે.રોયલપાર્ક સો., ભાલેજરોડ, આણંદ) અને હુસેનભાઇ નામના શખ્સ સામે સાવલી પોલીસમાં નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું ખેતીકામ કરું છું.
ત્રણ મહિના પહેલા ફેસબુકમાં અનવર વ્હોરાના આઇડી પર સેકન્ડ હેન્ડ ગાડીના વેચાણના ફોટા જોતા મારે ટ્રેક્ટર અને ફોર વ્હિલ ગાડી લેવાની હોવાથી સંપર્ક કર્યો હતો. બાદમાં તેઓ સાવલીમાં મળ્યા હતા અને એક જૂનું ટ્રેક્ટર બતાવ્યું હતું. આ ટ્રેક્ટરની કિમત રૃા.૩.૧૧ લાખ નક્કી કરી રૃા.૧૫૦ લાખ બાના પેટે રોકડ લીધા હતાં. બાદમાં ટ્રેક્ટરના માલિક સાથે કરાર કરવાના બહાને ઓડ ખાતે બોલાવી પૈસા લઇને ત્રણે ભાગી ગયા હતાં.