Get The App

તુર્કીમાં વર્કિંગ વિઝા અપાવવાના નામે દંપતી પાસે રૃ.7 લાખ પડાવી લીધા

Updated: Mar 30th, 2024


Google NewsGoogle News
તુર્કીમાં વર્કિંગ વિઝા અપાવવાના નામે દંપતી પાસે રૃ.7 લાખ પડાવી લીધા 1 - image

વડોદરાઃ રેસકોર્સ વિસ્તારમાં ઓફિસ ધરાવતા ટ્રાવેલ એજન્ટે દંપતીને તુર્કી મોકલવાના નામે  છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઇ છે.

વાસણારોડની શીવાશ્રય સોસાયટીમાં રહેતા અને મોબાઇલ એસેસરીઝની દુકાન ધરાવતા મહેશભાઇ માછીએ પોલીસને કહ્યું છે કે,મારે અને મારી પત્નીને વિદેશ જવાનું હોવાથી રેસકોર્સના સિડકપ ટાવરમાં ઓફિસ સ્ટારરીચ ઇન્ટરનેશનલ પ્રા.લિ.ના નામે ઓફિસ ધરાવતા એજન્ટ નિરજ પરમાનંદ પટેલ(અર્થ સોમનાથ,ગોત્રી-સેવાસીરોડ) નો સંપર્ક કર્યો હતો.

નિરજે અમને રૃ.૭ લાખમાં તુર્કીમાં નોકરી અપાવવાની ખાતરી આપી હતી.તેણે ટિકિટ અને વિઝા પણ આપ્યા હતા.પરંતુ આ વિઝા વર્કિંગ નહિં પણ ટુરિસ્ટ હતા.જેથી અમારી વચ્ચે રકઝક પણ થઇ હતી.એજન્ટ પાસે રૃપિયા માંગતા તે વાયદા કરી રહ્યો છે.જેથી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News