ઇ બાઇકના શોરૃમમાં પાર્ટનરશિપના નામે સિનિયર સિટિઝન સાથે રૃ.૩૦ લાખની છેતરપિંડી

Updated: Jun 7th, 2024


Google NewsGoogle News
ઇ બાઇકના શોરૃમમાં પાર્ટનરશિપના નામે સિનિયર સિટિઝન સાથે રૃ.૩૦ લાખની છેતરપિંડી 1 - image

વડોદરાઃ ઇ બાઇકના શોરૃમમાં પાર્ટનરશિપ કરવાના નામે સિનિયર સિટિઝન સાથે તેમના પરિચિત પિતા-પુત્રએ રૃ.૩૦ લાખની છેતરપિંડી કરતાં તેમણે ફરિયાદ નોંધાવી છે.

ભાવનગરના હરદેવસિંહ ગોહિલે પોલીસને કહ્યું છે કે,હંુ વડોદરામાં દીકરીને ત્યાં આવતો હોવાથી એસ્ટેટ બ્રોકર ચિરાગ ચૌહાણ સાથે પરિચય થયો હતો.ચિરાગે મને ઇ  બાઇકના શોરૃમ માટે ભાયલી-સેવાસી રોડ પર શો રૃમ માટે વાત કરતાં મેં ધ આર્યન લેન્ડમાર્કમાં એક દુકાન લીધી હતી.

ચિરાગે મને કહ્યું હતું કે,તેના પિતા પણ નિવૃત્ત હોઇ તેઓ પણ ધંધામાં ધ્યાન આપશે.આ શો રૃમ નાનો પડશે અને ધંધા માટે રૃ.૭૦ લાખનું રોકાણ જોઇશે.જેથી ચિરાગના કહેવાથી મેં બાજુની દુકાન ખરીદી હતી અને ધંધા માટે રોકાણ કરવા રોકડ,ચેક અને મોબાઇલ ટ્રાન્જેક્શનથી કુલ રૃ.૩૦ લાખ આપ્યા હતા.

પરંતુ ત્યારબાદ નક્કી કરેલી સમય મર્યાદામાં ચિરાગભાઇએ તેના કહેવાથી લીધેલી દુકાન કે ઇ બાઇકના શોરૃમના કાગળો આપ્યા નહતા.જેથી મેં રકમ પરત માંગતા તે પણ ચૂકવી નથી.જેથી છાણી પોલીસે ચિરાગહરિશભાઇ ચૌહાણ અને હરિશચંદ્ર ઉદેસિંહ ચૌહાણ(બંને રહે.લક્ષ્મીનારાયણ નગર,ભરૃચ) સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે.


Google NewsGoogle News