મોબાઇલના ધંધામાં રોકાણની લાલચ આપી ૪.૯૦ લાખ પડાવ્યા
મોબાઇલના ધંધામાં રોકાણની લાલચ આપી ૪.૯૦ લાખ પડાવ્યા
વડોદરા,મોબાઇલના ધંધામાં રોકાણની લાલચ આપી રૃપિયા પડાવતા બે ઠગ સામે ૪.૯૦ લાખની છેતરપિંડીની વધુ બે ફરિયાદ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
નવાયાર્ડ હાજી પાર્કમાં રહેતા તુફેલ અનવરભાઇ રાઠોડ કાપડનો વેપાર કરે છે. ફતેગંજ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ફેબુ્રઆરીથી જુલાઇ ૨૦૨૩ દરમિયાન અમારી નિર્મલા કોલોનીમાં રહેતા સલીમ ઉર્ફે મેદો સીરાજભાઇ રાજ મને મળ્યા હતા. તેમણે મને કહ્યું હતું કે, હું તથા અઝીમ અહેમદભાઇ વાઘેલા મોબાઇલ લે - વેચનો ધંધો કરીએ છીએ. અમારા ધંધામાં રોકાણ કરશો તો સારો નફો મળશે. તેઓએ મને અલગ - અલગ સ્કીમો બતાવી હતી. મને તેમના પર વિશ્વાસ આવતા મેં રોકડા ૧.૪૦ લાખ તથા ફોન પેથી ૧.૫૦ લાખ રૃપિયા સલીમને આપ્યા હતા. રૃપિયા આપ્યા પછી એક મહિનામાં વળતર આપવાની વાત તેઓએ કરી હતી. પરંતુ, કોઇ વળતર આપ્યું નહતું. તેમજ મૂડી પણ પરત આપી નહતી. તેઓએ આપેલો ૮૫ હજારનો ચેક પણ રિટર્ન થયો હતો.
સલીમ તેની માતા શહેનાજબેન તથા અજીમ વાઘેલા સામે વધુ એક ફરિયાદ આપતા યાસીનભાઈ વેરીયા રહેવાસી હાજી પાર્ક નવા યાર્ડ એ પોલીસને જણાવ્યું છે કે, હું ગોત્રી ખાતે પ્રાઇવેટ કંપનીમાં ઓફિસર તરીકે નોકરી કરૃં છું. આરોપીઓએ મોબાઈલ ફોનના ધંધામાં રોકાણ કરવાનું કહીને મારી પાસેથી બે લાખ રૃપિયા પડાવી લીધા હતા.