Get The App

ઓનલાઇન ઠગોની નવી તરકીબઃ ઘેરબેઠા પેકિંગનું કામ કરવાના નામે 400 લાેકો સાથે છેતરપિંડી

વડોદરાની ગૃહિણીએ 8000 ગુમાવ્યા,વધુ રૃપિયાની માંગણી કરી ફોટો વાયરલ કરવાની ધમકી

Updated: Nov 20th, 2024


Google NewsGoogle News
ઓનલાઇન ઠગોની નવી તરકીબઃ ઘેરબેઠા પેકિંગનું કામ કરવાના નામે 400 લાેકો સાથે છેતરપિંડી 1 - image

વડોદરાઃ ઓનલાઇન ઠગાઇ કરવા માટે અનેક પ્રકારની તરકીબો અજમાવવામાં આવી રહી છે અને લોકો આસાનીથી બેન્કમાંથી રકમો ટ્રાન્સફર કરી આપતા હોય છે.ઠગ ટોળકી હવે ઘેર બેઠા પેકિંગનું કામ કરવાની લાલચમાં લોકોને ફસાવી રહી છે.ગોત્રી વિસ્તારની એક ગૃહિણીએ સમગ્ર બનાવની ગોત્રી પોલીસને જાણ કરી હતી.

ઓનલાઇન ઠગાઇ કરતા ઠગો દ્વારા લોકોને ગુમરાહ કરવા માટે વારંવાર જુદીજુદી તરકિબ અજમાવવામાં આવતી હોય છે.ઇન્વેસ્ટમેન્ટ,યુવતી સાથે વીડિયો કોલિંગ, કુરિયર અને પાર્સલમાં ડ્રગ્સના નામે ડિજિટલ એરેસ્ટ કરી રૃપિયા ટ્રાન્સફર કરી લેવાના કિસ્સાઓ બાદ પેન્સિલ પેકિંગ કરી ઘેર  બેઠા મોટી આવક મેળવવાના નામે અનેક લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હોવાની વિગતો બહાર આવી છે.

ગોત્રીમાં રહેતી ચૈતાલી કુલકર્ણી નામની મહિલાએ આવી જ રીતે પેકિંગ માટે સંપર્ક કરતાં સામેથી એનઓસી કાર્ડ માટે રૃ.૨ હજાર ની માંગણી કરવામાં આવી હતી.મહિલાએ રકમ ટ્રાન્સફર કરતાં જ માલ લેવા માટે રૃ.૬ હજારની માંગણી કરાઇ હતી.જે રકમ ૧૫ મિનિટમાં પરત કરવાની ખાતરી આપી હતી.આ રકમ પણ ટ્રાન્સફર કર્યા બાદ રકમ પરત કરવાને બદલે ફરીથી માલ લેવા માટે રૃ.૧૦ હજાર જોઇશે તેમ કહેવાયું હતું.જેથી મહિલાને શંકા પડી હતી.

મહિલાએ મારે કામ નથી કરવું તેમ કહી રૃપિયા પરત માંગતા ઠગોએ રૃ.૮૭૫૦ ટ્રાન્સફર કરો તો તમામ રકમ તમને ચૂકવી દઇશું તેમ કહી ધાકધમકી આપવામાં આવી હતી.મહિલાને એમ પણ કહેવાયું હતું કે,અમે ૪૦૦ થી ૫૦૦ લોકો પાસે આવી રીતે પૈસા પડાવ્યા છે છતાં અમારું કાંઇ બગડયું નથી.તારે જે કરવું હોય તે કરી લેજે.જેથી મહિલાએ તેના પતિ સાથે ગોત્રી પોલીસ સ્ટેશનમાં જઇ ઓનલાઇન ઠગો સામે અરજી આપી હતી.

ભેજાબાજે મહિલાને કહ્યું,રૃપિયા માંગીશ તો તારો ફોટો મસાજ સેન્ટરોમાં ફરતો થશે

મહિલાએ વધુ રકમ આપવાનો ઇનકાર કરી આપેલી રકમ પરત માંગતા ઠગ ઉશ્કેરાયો હતો અને જુદાજુદા સ્થળે ફોટો ફરતો કરવાની ધમકી આપી હતી.

મહિલાએ કહ્યું છે કે,પેકિંગના કામ માટે મને વીડિયો મોકલવામાં આવ્યો હતો અને એક  બોક્સ પર રૃ.૧૦ મળશે તેમ કહેવાયું હતું.જેથી મેં કામ કરવાની ઇચ્છા દર્શાવતાં મારી પાસે એનઓસી તેમજ સ્ટોકના નામે રૃ.૮ હજાર પડાવી લીધા હતા.

ત્યારબાદ મને માલ મોકલ્યો નહતો અને મારી પાસે બીજા રૃ.૧૦ હજારની માંગણી કરી અભદ્ર ભાષામાં વાચતચીત કરી રૃપિયા નહિ આપે તો ડીપીમાંથી લીધેલો ફોટો મસાજ સેન્ટર અને અન્ય જગ્યાએ મોકલી પરેશાન કરવાની ધમકી આપી હતી.


Google NewsGoogle News