વડોદરામાં નંદેસરીની કેમિકલ કંપનીમાં ગેસ લીકેજ થતા અફરાતફરી, ચાર કર્મચારીને અસર
વડોદરા,તા.26 ડિસેમ્બર 2023,મંગળવાર
વડોદરાના ઔદ્યોગિક વિસ્તાર નંદેસરીમાં ફરી એકવાર ગેસ લીકેજનો બનાવ બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
નંદેસરીની અલીન્દ્રા કેમિકલ કંપનીમાં આજે વહેલી સવારે પ્લાન્ટની અંદર ગેસ લીકેજ થતા એક કર્મચારી બેભાન થઈ ગયો હતો જ્યારે બીજા ત્રણને ગેસની અસર થઈ હતી.
ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં એક કર્મચારીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
ઇજાગ્રસ્તોમાં દિનેશભાઈ સિરથ (47 વર્ષ), કિરણ પઢીયાર (30 વર્ષ), હર્ષદ પરમાર (28 વર્ષ) અને સુરેન્દ્ર ગોહિલ (26 વર્ષ) નો સમાવેશ થાય છે. બનાવ અંગે નંદેસરી પોલીસે તપાસ હાથ ધરી છે.