ભગવાન જગન્નાથની યથયાત્રાએ લઈને વડોદરા પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ : ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર
image : Twitter(Vadodarapolice)
Vadodara Jagannath Rath Yatra : વડોદરા શહેરના ઇસ્કોન મંદિર દ્વારા અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની 43મી રથયાત્રા કાઢવામાં આવશે. જેમાં ભગવાન જગન્નાથ તેમની પત્ની અને ભાઈ સાથે નગરચર્યાએ નીકળશે. ત્યારે રથયાત્રા દરમિયાન જાહેર જનતાને મુશ્કેલી ન પડે માટે પોલીસ કમિશનર દ્વારાનો પાર્કિંગ, પ્રતિબંધિત રસ્તા અને વૈકલ્પિક વ્યવસ્થા સહિતનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. રેલ્વે સ્ટેશનથી એક વાગે નીકળેલી રથયાત્રા બગીખાના બરોડા સ્કૂલ ખાતે રાત્રે 8:30 વાગે સંપન્ન થશે.
વડોદરામાં પારંપરિક રીતે અષાઢી બીજના દિવસે વડોદરા ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. ત્યારે આ વર્ષે પણ ઇસ્કોન મંદિર દ્વારા 7 જુલાઈના રોજ બપોરના એક વાગ્યાથી ભગવાન શ્રીજગન્નાથજીની 43મી રથાયાત્રા રેલ્વે સ્ટેશનથી નીકળી, એમ.એસ.યુનિવર્સીટી રોડ, કાલાઘોડા સર્કલ, બરોડા ઓટો મોબાઇલ (પંચમુખી હનુમાન મંદિરા, આરાધના સિનેમા ત્રણ રસ્તા, ફૂલબારી નાકા ત્રણ રસ્તા. કોઠી ચાર રસ્તા, રાવપુરા રોડ, ટાવર ચાર રસ્તા, જયુબીલીબાગ સર્કલથી રોંગ સાઇડે, ગાંધી નગરગૃહ, પ્રતાપ સિનેમા ટીંગ સાઇડે, લાલકોર્ટ બિલ્ડીંગ ત્રણ રસ્તા, ફાયર બ્રિગેડ ત્રણ રસ્તા, દાંડીયાબજાર ચાર રસ્તા, ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા, વીર ભગતસિંહ થોક સર્કલ, મદનઝાંપા રોડ, પથ્થરગેટ પોલીસ ચોકી ત્રણ રસ્તા,આઝાદ મેદાન,જયરત્ન બિલ્ડીંગ ચાર રસ્તા, કેવડાબાગ ત્રણ રસ્તા પેલેસ મટનશોપ ત્રણ રસ્તા, બગીખાના ત્રણ રસ્તા, બરોડા સ્કુલ સામે આવી કલાક 8:30 વાગે આવી સંપન્ન થશે. રથયાત્રા દરમિયાન જાહેર જનતાને મુશ્કેલી ન પડે અને ટ્રાફિકનું સંચાલન પણ સુવ્યવસ્થિત રીતે થાય તેના માટે શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને નો-પાર્કિંગ અને નો-એન્ટ્રી ઝોન જાહેર કર્યા છે.