વડોદરામાં ચૈત્રી નવરાત્રી અને ગુડી પડવાના તહેવારની ભક્તો દ્વારા ઉત્સાહભેર ઉજવણી

Updated: Apr 9th, 2024


Google NewsGoogle News
વડોદરામાં ચૈત્રી નવરાત્રી અને ગુડી પડવાના તહેવારની ભક્તો દ્વારા ઉત્સાહભેર ઉજવણી 1 - image


Chaitra Navratri Gudi Padwa : વડોદરામાં ચૈત્રી નવરાત્રી સાથે આજે ગુડી પડવોના તહેવારને ધ્યાને લઈ ભક્તો દ્વારા ઉત્સાહભેર ઉજવણી થઈ હતી. જ્યારે માહી મંદિરોમાં ભાવિક ભક્તોની દર્શન માટે ભાડે ભીડ જોવા મળી હતી. હિન્દુ ધર્મમાં માતાજીની ભક્તિનો અવસર ગણાતા પવિત્ર ચૈત્ર નવરાત્રી પર્વનો પ્રારંભ થયો છે. ભાવિક ભક્તો આજે વહેલી સવારથી જાણીતા માતૃ મંદિરો ખાતે હોંશભેર ઉમટી રહ્યા છે. માંડવી નજીક આવેલા અંબા માતાના મંદિરે ભવ્ય સજાવટ કરવામાં આવી છે. છેક માંડવી દરવાજા સુધી ચૂંદડી, શ્રીફળ, ફૂલહાર અને કમળની દુકાનો લાગી ગઈ છે. મંદિર ખૂલે એ પહેલા જ દર્શન ઝંખતા ભક્તોની લાઈન લાગી હતી. આ વિસ્તારમાં મહાકાળી મંદિર અને માંડવીની મેલડીના ધામો આવેલા છે. નવરાત્રી પર્વે આ આખો વિસ્તાર જાણે કે માઈ ધામ બની ગયો છે.

રાજવી પરિવારના દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત કારેલીબાગના બહુચરાજી મંદિરમાં વહેલી સવારથી ભક્તો ઉમટી રહ્યા છે. અહીં પ્રાચીન મંદિરનો તાજેતરમાં જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે અને મંદિરની ભવ્યતા વધી છે. આજે ગુડી પાડવા પર્વને લઈને ગુડી ચઢાવવાની પવિત્ર રસમ અનુસરવામાં આવી હતી. અહી પણ દુકાનો મંડાતા મેળા જેવું દૃશ્ય સર્જાયું છે. 


Google NewsGoogle News