ગોત્રી ઇસ્કોન રોડ પર પત્ની સાથે ચાલવા નીકળેલા યુવકની સતર્કતાને કારણે માત્ર અછોડાનાે ટુકડો લૂંટાયો

Updated: Dec 25th, 2023


Google NewsGoogle News
ગોત્રી ઇસ્કોન રોડ પર પત્ની સાથે ચાલવા નીકળેલા યુવકની સતર્કતાને કારણે માત્ર અછોડાનાે ટુકડો લૂંટાયો 1 - image

વડોદરાઃ ગોત્રીના ઇસ્કોન ટેમ્પલ રોડ પર ગઇરાતે પત્ની સાથે ચાલવા નીકળેલા યુવકનો અછોડો તોડનાર લૂંટારાઓના હાથમાં અછોડાનો ત્રણ ગ્રામનો ટુકડો આવ્યો હતો.

ગદાપુરા રોડ પર ગ્રીનલેન્ડ સોસાયટીમાં રહેતા જય દેવાંગભાઇ  ભટ્ટે પોલીસને કહ્યું છે કે,ગઇરાતે સાડા દસેક વાગે હું મારી પત્ની સાથે ઇસ્કોન રોડ પર માત્રી મંદિર પાસેથી પસાર થતો હતો ત્યારે પલ્સર બાઇક પર ત્રણ લૂંટારા આવ્યા હતા.

મોંઢે બુકાની જેવું બાંધનાર લૂંટારાઓ  પૈકી પાછળ  બેઠેલા એક લૂંટારાએ મારા ગળામાંથી અછોડો તોડયો હતો.પરંતુ મેં અછોડો પકડી લેતાં તેના હાથમાં માત્ર ત્રણ ગ્રામનો ટુકડો આવ્યો હતો.ગોત્રી પોલીસે ભાગી છૂટેલા ત્રણેય લૂંટારાની તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News